Abtak Media Google News

અમદાવાદની એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજ માંથી માસ્ટર ઇન સ્ટ્રકચરલ ડિઝાઇનમાં ઉતીર્ણ થયા અને આંતરિક ક્રિએટીવીટીના જાણે દ્વાર ખુલ્યા

43C2Bf9F 1Bbe 4F38 8A3B 13837C0A65Da 1

પ્રોપર્ટી એકસ્પોના મેઈન સ્પોન્સર અને લાડાણી એસોસીએટસના ઓનર દિલીપભાઈ લાડાણીએ સૌરાષ્ટ્રના બાંધકામ ક્ષેત્રને વિશેષ હાઈલાઈટસ કરવા પ્રોપટી એકસ્પો વિશે માહિતી આપી છે. તેઓના જણાવ્યા મુજબ બાંધકામની બધી ડિટેઈલ સંપૂર્ણ રીતે મળી શકે તે માટે પ્રોપર્ટી એકસ્પોનું બેનમુન આયોજન કરાયું છે.

Img 20190105 Wa0078 1

સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાના કેવદ્રા ગામના વતની એવા દિલીપભાઈ લાડાણીના દાદા ભીમજીભાઈ ખુબ જ મહેનતું અને પરીશ્રમી ખેડુત. ત્યારે તેઓ ઈચ્છતા હતા કે તેમના પુત્રો અને પૌત્રો ઉચ્ચ અભ્યાસ કરે અને સારું શિક્ષણ મેળવે. દિલીપભાઈએ હાયર સેક્ધડરીના અભ્યાસ બાદ સિવિલ એન્જીનીયરીંગમાં સ્ટ્રકચરર ડિઝાઈનીંગને વ્યવસાયલક્ષી વિષય સુનિશ્ર્ચિત કરી મોરબી એન્જીનીયરીંગ કોલેજથી ગ્રેજયુએશન અભ્યાસનો પ્રારંભ કર્યો.

59A1Aafd 076B 4158 Bce5 7Aabebcc16D5 1

અભ્યાસ પ્રત્યે સતત લગ્ની અને શીખવાની જીજ્ઞાસાએ તેમને અમદાવાદની એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજ ખાતે માસ્ટર ઈન સ્ટ્રકચરર ડિઝાઈનીંગમાં ઉત્કૃષ્ઠ મેળવી ઉર્તિણ થયા અને જાણે આંતરીક ક્રિએટીવીટીના દ્વાર ખુલી ગયા.

E0Ee29A7 8Ae2 4343 9F7D Adc1E97D076C 1

પ્રોપર્ટી એકસ્પો માટે દિલીપભાઈ લાડાણી કહે છે કે બિલ્ડીંગ ક્ધટ્રકશન માટેની અ થી ઈતી સુધી એટલે કે તમામ પ્રક્રિયા જેમાં પ્લાનીંગ, ડિઝાઈનીંગ, ઈન્ટીરીયલ ડિઝાઈન બધુ જ સામેલ છે. તેમાં સતત ૯ સંશોધન થાય તે માટે કંઈક અલગ આપવાનો પ્રયત્ન છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમે મકાનો કે ફલેટ વહેંચી દઈએ એટલે અમે સફળ થઈ ગયા એવું માનતા નથી પણ ત્યાં રહેવા જનાર દરેક પરીવાર સાથે અમે લાઈફ ટાઈમ રીલેશન બાંધીએ છીએ. અમે અમારા પ્રોજેકટ વિશે સંપૂર્ણ એજયુકેડ કરી તેમને મીનીમમ મેઈન્ટન્સ આવે તેવા પ્રયત્ન કરીએ છીએ. અમારા પ્રોજેકટના દસ્તાવેજમાં ઝીણામાં ઝીણી નોંધ હોય છે.

Img 20190105 Wa0073 1

દિલીપભાઈ લાડાણી અને તેમનું લાડાણી એસોસીએટસ પ્રોપર્ટી એકસ્પોનું મેઈન સ્પોન્સર છે. આ મુદ્દે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમારે ભારતના નકશા પર સૌરાષ્ટ્રને હાઈલાઈટસ કરવું છે. હું યંગ જનરેશનને એકસ્પોની મુલાકાત લેવા તથા થોડો સમય ત્યાં ગાળવા જણાવે છે. લાડાણી એસોસીએટસમાં બધુ જ ઈન હાઉસ થાય છે. પોતાને રહેવું હોય એવી જ રીતે મકાનો તૈયાર કરવા એ આ ગ્રુપની પોલીસી છે.

લાડાણી એસોસીએટસને ઈનોવેશન બદલ એવોર્ડ

લાડાણી એસોસીએટસને પોતાના ઈનોવેશન બદલ વિવિધ એવોર્ડ મળતા રહ્યા છે. જે તેમની ગુણવતા આધુનિક સંશોધનને મુખ્ય આભારી છે.

તેમની યશકલંગીમાં વધુને વધુ ઉમેરાતા રહ્યા છે. આલીશાન નામની ઈમારતને શ્રેષ્ઠ ડિઝાઈનનો ‘ભારત નિર્માણ રત્ન’નો એવોર્ડ એનાયત થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.