Propose Day 2024: વેલેન્ટાઇન વીક શરૂ થતાં જ પ્રેમનું વાતાવરણ જોવા મળે છે. તે 7મી ફેબ્રુઆરીના રોજ રોઝ ડેથી શરૂ થાય છે અને 14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઈન ડે સુધી ચાલુ રહે છે. અઠવાડિયાનો દરેક દિવસ કોઈ વ્યક્તિને તમે પ્રેમ કરો છો, કાળજી લો છો અને તેમની પ્રશંસા કરો છો તે બતાવવા માટે એક વિશિષ્ટ રીત શોધવા માટે સમર્પિત છે. અઠવાડિયાના બીજા દિવસે, અમે પ્રપોઝ ડે ઉજવીએ છીએ જે 8મી ફેબ્રુઆરીએ આવે છે. પ્રપોઝનો દિવસ પ્રણય સંબંધમાં યુગલો માટે મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે લોકો તેમના જીવનસાથીને પ્રપોઝ કરે છે અને ખુલીને તેમના પ્રેમની લાગણી વ્યક્ત કરે છે. જો તમે આગલું પગલું ભરવાનું વિચારી રહ્યાં છો તો પ્રેમનો આ ખાસ દિવસ તમારા માટે યોગ્ય તક છે.

t5 9
Cute young couple sitting on windowsill against city view background. Pretty girl with brunette collected hair in jeans and t-shirt relaxing near boyfriend in light clothes indoor

Propose Day 2024: પ્રપોઝલ લાઇન

“તમે મારા જીવનમાં સૂર્યપ્રકાશ છો. તમે મને આરામ આપનાર પડછાયો છો. મેં આ પહેલાં ક્યારેય કહ્યું નથી, પરંતુ હું આજે કહી રહ્યો છું. હું તમારા પ્રેમમાં છું અને હું તમને મારા જીવનમાં હંમેશ માટે ઈચ્છું છું.”

“તમે મારા અંધકારમાં પ્રકાશ છો – તમે મારો પ્રેમ છો. તમારાથી વધુ આ દુનિયામાં મારા માટે કિંમતી બીજું કંઈ નથી. તમે જ મારી દુનિયા છો. હું તમને દિલથી પ્રેમ કરું છું.”

“સ્વાર્થથી ભરેલી આ દુનિયામાં એક વાતમાં મને ખાતરી છે કે તમારા માટેનો મારો પ્રેમ નિસ્વાર્થ છે. શું તમે મારા જીવનસાથી બનીને મારા દરેક દિવસને ખાસ બનાવશો?”

“જે ક્ષણે હું તમને મળ્યો ત્યારે મારું હૃદય જાણતું હતું કે તેને તેનું ઘર મળી ગયું છે. આજે હું તમને પૂછવા માંગુ છું કે શું તમે મારી સાથે જીવનભર પ્રેમની યાદો બનાવશો?”

“તારી સાથે હું હસવાંનો સાચો અર્થ શીખ્યો છું. ચાલ આપણે સાથે મળીને આપણા પ્રેમનું ખુશહાલ ભવિષ્ય લખીએ તો શું તમે હંમેશા માટે મારી ખુશીનું કારણ બનશો?”

“મારું હૃદય તમને આપવા આવ્યો છું, જો તમે તમારું હૃદય મને આપો તો તેને એકસાથે લોક કરી દઈશું અને ચાવી ફેંકી દઈશું.”

“તમારી આંખોમાં હું મારું ભવિષ્ય જોઉં છું, પ્રેમ, ખુશી અને અનેક લાગણીઓ થી ભરેલું છે. શું તમે જીવનભરની યાદગાર ક્ષણો બનાવવા માટે મારા સાથી બનશો?”

“તમારી સાથે મને મારો નજીકનો સાથી, મારો શ્રેષ્ઠ મિત્ર અને મારો સૌથી મોટો સપોટર મળ્યો છે. શું તમે મારા બાકીના જીવનમાં મારા જીવનસાથી બનવાનું પસંદ કરશો?”

“તમે મારા હૃદયને એવી રીતે કબજે કરી લીધું છે જેવું મેં ક્યારેય વિચાર્યું પણ નોતું. આજે હું તમને મારું આખું હૃદય આપવા માંગુ છું. શું તમે મારી સાથે લગ્ન કરીને મને સૌથી સુખી વ્યક્તિ બનાવી શકશો?”

“બધા કહે છે કે પ્રેમ ધીરજવાન અને દયાળુ છે. અને તમારી સાથે મેં આ બધું અનુભવ્યું છે. શું તમે મને મારી પત્ની બનવાનું અને મારી દુનિયાને પૂર્ણ કરવાનું સપનું પૂર્ણ કરશો?”

“બધા કહે છે કે પ્રેમ આંધળો છે, પરંતુ તમારી સાથે મને તે તેજસ્વી તારાઓ કરતાં પણ વધુ શ્રેષ્ટ લાગે છે. તો શું તમે હંમેશા માટે મારી સાથે ચમકશો?”

“જીવન એક કોયડો છે અને હું તેમાં ખોવાયેલો એક ભાગ શોધી રહ્યો છું જે તમે છો. તો શું તમે મને પૂર્ણ કરશો?”

“હું તમને સમજાવી શકતો નથી પણ હું માત્ર એટલું જાણું છું કે તમે મારા માટે મારી દુનિયા છો. શું તમે મને એક મોકો આપસો અને જીવનભરના પ્રેમ અને ખુશી માટે હા કહેશો?”

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.