Abtak Media Google News

ધ્રોલના ચકચારી હત્યા કેસના બે શખ્સોને કોવિડ ટેસ્ટ દરમ્યાન રૂમમાં રખાયાનો વિડીયો વાયરલ થતા એસ.પી.નું આકરૂ પગલું

ધ્રોલમાં ચકચારી ડબલ મર્ડર કેસના બે આરોપીઓને પકડી પાડયા પછી જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોપવામાં આવ્યા હતા. જે બંને આરોપીઓને એલસીબીની કચેરીમાં રાખવામાં આવ્યા પછી તેઓને લોક-અપમાં રાખવાને બદલે અલગથી સુવિધા આપવામાં આવી હોવાના ફોટોગ્રાફ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જેના પગલે એસપીએ તપાસીશ એલસીબી પી.એસ.આઇ. ને સસ્પેન્ડ કરતા ચકચાર જાગી છે.

ધ્રોલમના દિવ્યરાજસિંહ જદુવીરસિંહ જાડેજાની સરાજાહેર ધોળા દહાડે હત્યા નીપજવવા અંગેના બનાવમાં ઓમદેવસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ જાડેજા નામના બે શખ્સોની ધરપકડ કરી લેવામા આવી હતી. રાજકોટ પોલીસે બંને આરોપીઓનો કબ્જો જામનગરની લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપ્યો હતો. જેથી બને આરોપીઓ ઓમદેવસિંહ અને નરેન્દ્રસિંહ ને જામનગરની એલસીબીની કચેરીમાં રાખવામાં આવ્યા હતા. જે દરમિયાન તેઓને લોકઅપમાં રાખવાના બદલે અન્ય એક રૂમમાં સુવિધા આપી હતી અને આરામથી સુઇ ગયેલા અને પંખાની હવા ખાઇ રહેલા હોવાના વિડીયો અને ફોટોગ્રાફસ ફરતા થયા હતા.

જેઓનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ આવે ત્યાં સુધી એક રૂમમાં કોરેન્ટાઇન કરીને રાખવામાં આવ્યા હતા. જે સમયગાળા દરમિયાન રૂમની બારીમાંથી કોઇ વ્યકિત દ્વારા ફોટોગ્રાફ અને વિડીયો ઉતાર્યા હોવાનું જણાવાયું છે. આરોપીને કોરોના પોઝિટીવ હતો અને જી.જી. હોસ્પિટલમાંથી ભાગી છુટયો હતો. જે પોઝિટીવ આરોપીને એલસીબી કચેરીના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો.

એલસીબીના લોકઅપમાં સેનેટાઇઝરની પ્રક્રિયા બાકી હતી તેમજ કોવિડ ૧૯ ની ગાઇડ લાઇન મુજબ બીજા આરોપીઓને તેમાં રાખી શકાય નહીં. જેથી કરીને બન્ને આરોપીઓને લોકઅપની બાજુમાં રૂમમાં ગાર્ડના પહેરા હેઠળ એક રૂમમાં બંધ કરીને રાખવામાં આવ્યા હતા.

જો કે આ સમગ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હત્યા પ્રકરણની તપાસ કરતા એલસીબીના પીએસઆઇ કે.કે. ગોહિલને સસ્પેન્ડ કરવાનો હુકમ છોડતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.