પૃથ્વી પરની દરેક સંસ્કૃતિમાં વૈશ્યાવૃત્તિ અસ્તિત્વ ધરાવે છે

રેડ લાઇટની કાનૂની ગ્રીન લાઇટને સમાજ સ્વીકારશે: વિશ્ર્વના સૌથી જૂના વ્યવસાય તરીકે ગણના થાય છે: આર્થિક સંકળામણની ભીંસ વધતા ઘણી મહિલા આ તરફ વળે છે

પૃથ્વી પરની દરેક સંસ્કૃતિમાં વૈશ્યાવૃત્તિ અસ્તિત્વ ધરાવે છે. આપણાં દેશમાં પ્રાચિનકાળથી આ પ્રથા ચાલી આવતી રહી છે. વિશ્ર્વના સૌથી જૂના વ્યવસાય તરીકે તેની ગણના થાય છે. આજે એટલે જ 21મી સદીમાં તેને કોમર્શિયલ સેક્સ વર્કર જેવા શબ્દોથી ઓળખાય છે. સ્વેચ્છાએ સ્ત્રી કોઇ પુરૂષ સાથે શરીર સંબંધ બાંધે તે ગુનો નથી અને તેને પોલીસ હેરાન ન કરી શકે તેવા સુપ્રિમ કોર્ટના જજમેન્ટથી આ મુદ્ો આજે દિવસભર ચર્ચાંમા ચાલ્યો. રેડલાઇટની કાનૂની ગ્રીન લાઇટને સમાજ સ્વીકારશે. પ્રારંભે ગણિકા, વૈશ્યા, રૂપજીવની, કોમર્શિયલ સેક્સ વર્કર બાદ હવે ફિમેલ વર્કર (ઋજઠ) થી ઓળખાય છે. આપણાં દેશનો ઇતિહાસ જોઇએ તો આમ્રપાલી અને નગરવધુ જેવી વાતો જાણવા મળે છે. સમાજ શાસ્ત્રના મત મુજબ માનવીના સામાજીક જીવનને વ્યવસ્થિત ચલાવવા કે બળાત્કાર જેવા વિવિધ ગુના ડામવા કે કંટ્રોલ માટે આ સિસ્ટમનું હોવું અતી જરૂરી છે.

આર્થિક સંકળામણને કારણે કશુ જ બાકી ન રહેતા મહિલાઓ છેલ્લે આ ક્ષેત્રે ઝડલાવે છે. રેડ લાઇટ એરિયામાં આવતી છોકરીઓને બીજેથી ઉઠાવી લાવીને પણ અહીં આ વ્યવસાયમાં ધકેલી દેવાય છે પણ પેઢી દર પેઢીથી આ વ્યવસાયમાં જોડાયેલા પરિવારો તો છેલ્લા 100 વર્ષથી આજ કરે છે તે પણ એટલું જ નગ્ન સત્ય છે. આજકાલ ઇન્ટરનેટ, પોર્નોગ્રાફી જેવું યુવા વર્ગ જોતો હોય ત્યારે તેના રહસ્યો ચિરવા કે જાણવા જીવનમાં એકવાર આ મઝા માણે છે. રેડલાઇટ એરીયામાં એક સર્વે મુજબ એક સ્ત્રી સવારથી સાંજ પાંચથી છ ગ્રાહકોને સંતોષ આપે છે. આપણાં દેશમાં સરકારી આંકડા મુજબ 3 મિલિયન સેક્સ વર્કર છે જ્યારે રેડલાઇટ એરીયા કરતા પ્રાઇવેટ કે હોટલોમાં કે પોતાના ઘરે આ વ્યવસાય ચલાવતી સ્ત્રીઓ કે છોકરીઓની સંખ્યા મોટી છે.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના અહેવાલ મુજબ દેશમાં 3 મિલિયન સેક્સ વર્કર છે તો, આ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના મત મુજબ આ આંકડો 20 કરોડ જેટલો હોય શકે છે: એઇડ્સ કંટ્રોલમાં કોર્મશિયલ સેક્સ વર્કરોનો મહત્વનો ફાળો ગણી શકાય

આપણી આજની વ્યવસ્થામાં લાચારી, મજબૂરી, મોજશોખ કે આર્થિક મુશ્કેલી સૌથી અગત્યની બાબત આ વ્યવસાય સાથે જોડાયેલી સ્ત્રીઓની છે. રેડલાઇટ એરીયાની સ્ત્રીઓના બાળકોના અભ્યાસ, લગ્ન જેવી ઘણી બાબતોમાં સમાજનો સહયોગ મળતો નથી. સમાજ આજે પણ તેની સાથે ભેદભાવ કે અસહયોગ રાખે છે. તેના માનવીય અધિકારોનું હનન સાથે તેનું જીવન મુશ્કેલી સભર બનાવે છે. દરેક શહેર કે ગામમાં એક પ્રકારનો ચોક્કસ વિસ્તાર લગભગ જોવા મળતો હોય છે. જ્યાં સમાજના 10 ટકા લોકો મોજ-શોખ માટે જતાં હોય છે, બાકીના તો એ વિસ્તાર તરફ બીજા જોઇ જશે કે શરમને કારણે ત્યાંથી પસાર પણ થતાં નથી. છેલ્લા બે દાયકાથી એઇડ્સ કંટ્રોલમાં તેની મહત્વની ભૂમિકા હોવાથી તેમને માટે ઘણા પ્રોજેક્ટ એઇડ્સ કંટ્રોલમાં તેની મહત્વની ભૂમિકા હોવાથી તેમને માટે ઘણા પ્રોજેક્ટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ હાથ ધર્યા છે જેમાં કોન્ડોમ વિતરણ, એઇડ્સ અને ગુપ્તરોગની તપાસ, વિવિધ ચેપી રોગોની સમજ સાથે તેને જાગૃત કરવાના વિવિધ પ્રયાસો, પ્રોજેક્ટો હાથ ધરાયા છે. તેમને આધારકાર્ડ, રેશનકાર્ડ જેવી મહત્વની બાબતમાં સરકાર સહાયભૂત થઇ રહી છે. તેના પુર્નવસન માટે પણ ઘણી સંસ્થા કામ કરે છે.

દેશમાં ઘણા રેડલાઇટ એરીયા છે, જેની હમેંશા ચર્ચા કરવામાં આવે છે તે ‘સોનાગાચી’ એશિયાનો સૌથી મોટો રેડલાઇટ વિસ્તાર મનાય  છે. આ વિસ્તાર કોલકત્તાનો ખૂબ જ લોકપ્રિય વિસ્તાર છે, જ્યાં પાંચ લાખ જેટલી મહિલાઓ વ્યવસાયમાં સામેલ છે. બીજા નંબરે મુંબઇના કમાટીપુરા, દિલ્હીનો જી.બી. રોડ, આગ્રામાં કાશ્મીરી માર્કેટ, ગ્વાલિયરના રેશમપુરા અને પુનામાં બુધવાર પેઠ પણ લોકપ્રિય છે. ગુજરાતમાં પણ રાજકોટ, સુરત, ભૂજ, જામનગર જેવા વિવિધ શહેરોમાં આવા વિસ્તારો છે. જ્યાં બીજા રાજ્યમાંથી પણ મહિલાઓ પૈસા રળવા અહીં આવે છે જેમાંથી ઘણી મહિલાઓ પોતાના દેશમાં ભાઇ-બહેનને ભણાવવા કે લગ્ન કરવા સુધીની દર માસે રકમ મોકલે છે.

લોક ડાઉન વખતે સૌથી કપરી સ્થિતી આ સેક્સ વર્કરોની હતી. રેશનકાર્ડ ન હોવાથી સરકારી રેશન મેળવવા તે અસમર્થ છે. આ ક્ષેત્રે કાર્યરત ઘણી મહિલાઓ એઇડ્સના વાયરસ એચ.આઇ.વી.થી ચેપગ્રસ્ત હોય કે ગુપ્ત રોગનો શિકાર બની હોય છે. એઇડ્સ કંટ્રોલની પ્રવૃત્તિ શરૂ થયા બાદ કોન્ડોમનું ચલણ 100 ટકા વધી ગયું છે, છતાં પૈસાની લાલચે વગર કોન્ડેમે પણ કાર્ય કરવા તૈયાર થઇને પોતાનો જીવ જોખમમાં મુકે છે. આજે તો સમગ્ર દેશમાં એક જ ચર્ચા ચાલે છે કે શું સેક્સ વર્કને સામાન્ય વ્યવસાય ગણી શકાય? સેક્સ વર્ક ઇસ વર્ક !! આ લોકોની મુશ્કેલી તરફ સમાજનું ધ્યાન દોરવા વૈશ્ર્વિકસ્તરે ‘રેડ અમ્રેલા ડે’ની ઉજવણી પણ થાય છે. રેડલાઇટ એરીયાની પાસે જ શેલ્ટર હોમમાં તેના સંતાનોને રાત્રે દરરોજ શિક્ષણ આપવાનું કામ પણ ઘણી સંસ્થાઓ કરે છે. રાત્રે બાળકો આ હોમમાં જ રહેતા હોય છે. એકવાર મોજ મજા લેનાર યુવા વર્ગને લત લાગતા અહીં વારંવાર વિઝીટ કરતો થઇ જાય છે.

પ્રાઇવેટમાં ચાલતા આ વ્યવસાયમાં પણ જનારો વર્ગ બહું મોટો છે અને આ દિનપ્રતિદીન વધી રહ્યું છે. સ્પામાં દરોડા પાડતા હોય ત્યારે પણ આ ક્ષેત્રનું કાર્ય કરતી લલનાઓ વધુ ઝડપાઇ જાય છે. હોટલોની અંદર તો તમો માંગો ત્યારે હાજર થઇ જાય છે. પૈસા પ્રમાણે તમોને છોકરીઓ સપ્લાય થાય છે. દલાલો પોતાનું કમિશન લઇને બાકી રકમ સ્ત્રી કે છોકરીને ચુકવતા હોય છે. ઘણી સંસ્થાઓ કોઇ મહિલાઓને આ વ્યવસાયમાંથી નિકળવું હોય તો પુન:વસન માટે પણ કાર્ય કરી રહ્યા છે. જેમાં વિવિધ ગૃહઉદ્યોગ, સિલાઇ મશીન જેવી મદદ કરીને સ્વમાનભેર જીવન જીવવા પ્રેરણા આપે છે.

ભારતમાં વૈશ્યાવૃત્તિ વિષયે કાનૂની સ્થિતિ જોઇએ તો અને વેશ્યા શબ્દનો અર્થ નાણાકીય વળતરની અવેજીમાં પોતાના શરીરનો કામી ઉદ્ેશ માટે ઉપયોગ કરવા દેનાર જેવો થાય છે. પ્રાચિનથી અર્વાચિન કાળ સુધીનો તેનો ઇતિહાસ છે. ચૌલા સામ્રાજ્યમાં દેવદાસી પ્રથા ખૂબ જ બળવત્તર બની હતી. મુઘલ સામ્રાજ્યના સમયમાં ‘તવાયફ’ અને મુજરાના રૂપે આ પ્રવૃત્તિનો કલા સંગમ થયો હતો. 16મી સદીમાં ગોવામાં પોર્ટુગીઝ શાસકો દ્વારા જાપાનીઝ સ્ત્રીઓને લાવીને વેશ્યાવૃત્તિ વસાવવાનો ઉલ્લેખ જોવા મળે છે. 18મી સદીના અંતમાં બ્રિટીશ શાસનમાં ‘કમાટીપુરા’ ખાતે રેડલાઇટ એરીયા વિકસાવાયો હતો. મનોરંજનના અન્ય સાધનોનો અભાવ અને અજ્ઞાન માનવીને વૈશ્યાગમન ક્ષેત્રે આકર્ષિત કરે છે. એક રોચક સર્વેમાં આપણાં દેશમાં દર કલાકે નવી 4 સ્ત્રીઓ આ વ્યવસાયમાં પ્રવેશ મેળવે છે. આ વ્યવસાયમાં મોટાભાગની નેપાળ, બાંગ્લાદેશની વધુ જોવા મળે છે.

કાયદો શું કહે છે

સેક્સ વર્કરોની સ્થિતિ સાથે સંકળાયેલો પ્રાથમિક કાયદો 1956નો કાયદો છે જેને ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્સન એક્ટ કે જઈંઝઅ તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદા મુજબ વેશ્યાઓ ખાનગી રીતે તેમનો વેપાર કરી શકે પણ જાહેરમાં કાયદેસર રીતે ગ્રાહકોને વિનંતી કે ચેનચાળા ન કરી શકે. ભારતમાં વૈશ્યાવૃત્તિ ગેરકાયદેસર છે. ભારતીય કાયદો પોતાની જાતીય સેવાને ‘વૈશ્યાવૃત્તિ’ તરીકે વેચવાની પ્રથાનો ઉલ્લેખ કરતું નથી.

કોમર્શિયલ સેક્સ વર્કરના અધિકારોનું રક્ષણ થવું જરૂરી

પ્રાચિન કાળથી ચાલ્યો આવતો વિશ્ર્વનો સૌથી જૂના વ્યવસાય વૈશ્યાવૃત્તિ બાબતે ઘણી કાયાકિય ગુંચ જોવા મળી રહી છે. એઇડ્સ કંટ્રોલના કાર્યક્રમમાં તેને સાથ-સહકાર અને વિવિધ રોગોની તપાસ અને કોન્ડોમ વિતરણ પણ મફ્ત કરાય છે નો પોલીસ દ્વારા તેને કનડગત પણ થાય છે. કોમર્શિયલ સેક્સ વર્કર (ભતૂ)ની સમાજમાં સામાજીક પ્રતિષ્ઠા અને તેના માનવ અધિકારોનું રક્ષણ થવું જરૂરી છે. આપણા દેશમાં હજી તેને કાયદેસર માન્યતા મળી નથી પણ સમગ્ર દેશમાં તે ચાલી જ રહ્યું છે. આ વ્યવસાય સાથે જોડાયેલી સ્ત્રીઓના સંતાનોના શિક્ષણ, મકાન, ભોજન, રેશનકાર્ડ, આધાર કાર્ડ સાથે ઘણી બધી બાબતોની મુશ્કેલી હોય છે. મોટાભાગનાની પાસે જરૂરી આધારો ન હોવાથી તેને સરકારી રાશન મળતું નથી. રૂપલલના પોતાના ઇચ્છાથી જ જ્યારે કોઇ પુરૂષ સાથે શરીર સુખ કે લોહીનો વેપાર કરતી હોય ત્યારે તેની ધરપકડ કરવી કેટલી યોગ્ય છે? તેને પણ સન્માનજનક જીવન જીવવાનો હક છે. ભારતના સેક્સ અંગેના કાયદામાં હવે ઘણા સુધારા કરવાની જરૂર છે. આજે ખાનગી કે છડેચોક નામી વિસ્તારોમાં આજે ચાલે છે જ તો તેને હવે તેને માન્યતા આપવી જોઇએ તેમ આ લોકોના ગૃપો કે સંસ્થા માંગણી કરી રહી છે. સવાલ છે કે સમાજ તેને સ્વીકારશે કે નહીં. ત્રીજી માર્ચે દર વર્ષે સેક્સ વર્કરના અધિકારોનો દિવસ ઉજવાય છે.

ગણિકા, રૂપજીવની, વૈશ્યા, કોર્મશિયલ સેક્સ વર્કરને છેલ્લે ફિમેલ સેક્સ વર્કર (ઋજઠ)નામથી ઓળખાવા લાગી છે: સેક્સ વર્કરએ દેશની મોટી વસ્તી છે પણ સરકારની મદદની તમામ યોજનામાં સામેલ નથી: સમાજની સામાજીક વ્યવસ્થા સાથે બળાત્કાર જેવા ગુન્હા રોકવા પણ તેનું હોવું જરૂરી ગણી શકાય