Abtak Media Google News

શ્રીમતિ જયાલક્ષ્મી જટાશંકર પ્રા. શાળા નં.19નું રૂા.34 લાખના ખર્ચે કરાયું છે રિનોવેશન

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બાળપણમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે શ્રીમતિ જયાલક્ષ્મી જટાશંકર પ્રાથમિક શાળા નં.19નું રૂા.34.01 લાખના ખર્ચે મહાપાલિકા દ્વારા રિનોવેશન કરવામાં આવ્યું છે. જેનું આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે.

ગુજરાત સરકારના શુસાસનમાં પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે શ્રીમતી જયાલક્ષ્મી જટાશંકર પાઠક પ્રા. શાળા નં.19નું નિર્માણ પામેલ તથા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે થશે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તથા શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિતે જણાવ્યું છે કે, રાજ્ય સરકારના શુસાસનના પાંચ વર્ષ સૌના સાથ, સૌના વિકાસ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.01/08/2021ના રોજ શ્રીમતી જયાલક્ષ્મી પાઠક પ્રા. શાળા નં.19નું નિર્માણ પામેલ તથા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલ કાર્યક્રમમાં જોડાશે.

શ્રીમતી જયાલક્ષ્મી જટાશંકર પાઠક પ્રા. શાળા નં.19ના બિલ્ડીંગમાં શાળાના જરૂરી 6(છ) રૂમના બાંધકામ માટે રૂ.34.01 લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. જેમાં ગ્રીન બોર્ડ, સોફ્ટ બોર્ડ, ઈલેક્ટ્રીક કનેક્શન, પાથ વે અને પાણીની સુવિધા કરવામાં આવેલ છે.  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રાથમિક શિક્ષણ મેળવેલ છે.

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના બિલ્ડીંગ ગ્રાઉન્ડ + 2 માળામાં 100 દીકરીઓનો સમાવેશ કરી શકાય તેવા બિલ્ડીંગના બાંધકામ મારે રૂ.138.53 લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. જેમાં, દીકરીઓને રહેવા માટે ડોરમેટ્રી નં.04, રસોડું અને સ્ટોરરૂમ નં.01, ડાઈનીંગ રૂમ નં.01, ક્લાસરૂમ નં.01, એક્ટીવીટી રૂમ નં. 02, વોર્ડન રૂમ નં.01, એમ 10 રૂમ તેમજ ઓફીસ, નાહવાના બાથરૂમ, ટોયલેટ બ્લોક અને પાણીની સુવિધા, પાથ-વે સાથે બિલ્ડીંગમાં સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત રાજ્ય કચેરી દ્વારા દીકરીઓ માટે બેડિંગ, કબાટની સુવિધા પુરી પાડવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.