Abtak Media Google News

વિશિષ્ટ મૂલ્યની ખાતરી અને વિવિધતાસભર યુઝર બેઝ સાથે ખર્ચના વ્યવસ્થાપનમાં અગ્રણી કંપની ઝેગલ પ્રીપેઇડ ઓશન સર્વિસીસ લિમિટેડએ બજાર નિયમનકાર સીક્યોરિટીઝ એક્સચેન્જ એન્ડ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ  ફાઇલ કર્યું છે. કંપનીએ પબ્લીક ઇશ્યુ માટે તૈયારી કરી છે.

Advertisement

કંપની બિઝનેસ-ટૂ-બિઝનેસ-ટૂ-કસ્ટમર સેગમેન્ટમાં કામ કરે છે તથા ફાઇનાન્શિયલ ટેકનોલોજી ઉત્પાદનો અને સેવાઓની વિવિધતાસભર ઓફર સાથે વિશિષ્ટ પોઝિશન ધરાવતી ઓછી કંપનીઓમાં સામેલ છે. આ એના ચોક્કસ બેંકિંગ પાર્ટનર્સ સાથે ભારતમાં સૌથી વધુ ઇશ્યૂ કરેલા પ્રીપેઇડ કાર્ડની સંખ્યા પૈકીની એક ધરાવે છે (31 માર્ચ, 2022 સુધી કુલ પ્રીપેઇડ નાણાકીય વ્યવહારોના મૂલ્યનો 12.7 ટકા હિસ્સો), સોફ્ટવેર એઝ એ સર્વિસનો વિવિધતાસભર પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં કરવેરા અને પેરોલ સોફ્ટવેર તથા ટચપોઇન્ટની બહોળી પહોંચ સામેલ છે.

કંપનીએ ઇક્વિટી શેરના આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) મારફતે ફંડ ઊભું કરવાની યોજના બનાવી છે, જેમાં દરેક ઇક્વિટી શેરનું ફેસ વેલ્યુ રૂ. 1 છે. આ ઓફરમાં રૂ. 4,900 મિલિયન (ફ્રેશ ઇશ્યૂ) સુધીનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટર વિક્રેતા શેરધારક અને રોકાણકાર વિક્રેતા શેરધારક દ્વારા 10,526,316 ઇક્વિટી શેર સુધીના વેચાણની ઓફર સામેલ છે (વેચાણ માટેની ઓફર).

વેચાણ માટેની ઓફર 10,526,316 ઇક્વિટી શેરની છે, જેમાં 1,529,677 ઇક્વિટી શેર રાજ પી નારાયણમની, 1,529,677 ઇક્વિટી શેર અવિનાશ રમેશ ગોડખિંડીની;  2,830,499 ઇક્વિટી શેર વેન્ચરઇસ્ટ પ્રોએક્ટિવ ફંડ એલએલસીના; 2,046,026 ઇક્વિટી શેર જીકેએફએફ વેન્ચર્સના; 538,557 ઇક્વિટી શેર વેન્ચરઇસ્ટ એસ.ઇ.ડી.સી.ઓ. પ્રોએક્ટિવ ફંડ એલએલસીના; 118,040 ઇક્વિટી શેર વેન્ચરઇસ્ટ ટ્રસ્ટી કંપની પ્રાઇવેટ લિમિટેડનાં (રોકાણકાર વિક્રેતા શેરધારક); 1,765,540 ઇક્વિટી શેર ઝુઝુ સોફ્ટવેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (કોર્પોરેટ વિક્રેતા શેરધારક); 91,800 ઇક્વિટી શેર કોટેશ્વર રાવ મેદુરીનાં; અને 76,500 ઇક્વિટી શેર માલ્વિકા પોદ્દાર (વ્યક્તિગત વિક્રેતા શેરધારક)નાં છે.

કંપની ઇછકખત સાથે ચર્ચા કરીને ₹ 980 મિલિયન સુધીની કુલ રોકડ માટે પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટનો વિચાર કરી શકે છે (પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ). કંપનીના ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.