Abtak Media Google News

આઈસીએલઈઆઈ સાઉથ એશિયા દ્વારા આયોજન વેબિનારમાં મેયર બીનાબેન આચાર્યએ ભાગ લીધો

વર્લ્ડ એન્વાયરન્મેન્ટ દિવસ નિમિતે ICLEI South Asia દ્વારા  INTERACT-Bio પ્રોજેક્ટ અંતર્ગત Significance of Biodiversity Conservation in Sustainable Development વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં મેયર બીનાબેન આચાર્યએ પેનલ મેમ્બર તરીકે ભાગ લીધો હતો. આ વેબિનારમાં મેયર સહીત પેનલમાં ડો. વી.બી. માથુર (ચેરપર્સન નેશનલ બાયોડાઇવર્સીટી ઓથોરિટી ચેન્નાઇ), ડો. પ્રદીપસર મુકદમ (મેમ્બર સેક્રેટરી ગોઆ સ્ટેટ બાયોડાઇવર્સીટી બોર્ડ ગોવા), ડો. રાજન ચેદમબાથ (હેડ સેન્ટર ફોરહેરિટેજ, એન્વાયરોમેન્ટ એન્ડ ડેવલોપમેન્ટ, કોચી),  શ્રી.વી. ક્રિષ્ના (અડીશનલ કમિશનર, અર્બન બાયોડાઇવર્સીટી, ગ્રેટર હૈદ્દરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, હૈદ્દરાબાદ),  અને ઈમાનીકુમાર (ડેપ્યુટી સેક્રેટરી જનરલ, ICLEI અને એક્ઝીક્યુટીવ ડીરેક્ટર, ICLEI South Asia પણ જોડાયા હતા. આ વેબિનારમાં કુલ આશરે ૩૦૦ લોકોએ ભાગ લીધેલ. અહીં એ યાદ અપાવીએ કે, બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને ગત તા.૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં બાયોલોજીકલ ડાઇવર્સીટી એક્ટ ૨૦૦૨ અને બાયોલોજીકલ ડાઇવર્સીટી રૂલ્સ ૨૦૦૪ના અનુસંધાને ૫ વર્ષના સમયગાળા માટે બાયોડાઇવર્સીટી મેનેજમેન્ટ કમિટીની રચના કરવામાં આવી હતી.

Advertisement

આ તકે એ ઉલ્લેખ પણ કરવો રહ્યો કે, રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોનું પર્યાવરણીય સંતુલન જળવાઈ રહે અને ક્રમશ: તેની જાળવણી થાય તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત ૨ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મ દિને આજી ડેમ ખાતે ૪૭ એકરમાં અર્બન ફોરેસ્ટ (ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાન)નો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ.

આ વેબિનાર અંતર્ગત બાયોડાઇવર્સીટીના સંરક્ષણ માટે વિવિધ શહેરો દ્વારા કરવામાં આવી રહેલ પ્રયાસો વિષે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. જેમાં મેયર બીનાબેન આચાર્યએ રાજકોટ શહેર દ્વારા બાયોડાઇવર્સીટીની દિશામાં થઈ રહેલ વિવિધ પ્રયાસો વિષે જાણકારી આપતા કહ્યું હતું કે, પર્યાવરણના સંરક્ષણ અને જતન માટે નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરના વિવિધ ક્ષેત્રના લોકોને આવરી લઇ ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવેલ. આ ઉપરાંત, આજી ખાતે ૪૭ એકર એરિયામાં બનાવવામાં આવનાર અર્બન ફોરેસ્ટમાં આયુર્વેદિક પાર્ક, કેક્ટસ પાર્ક, તેમજ બર્ડ નેસ્ટિંગ અને ફિડિંગ (પક્ષીઓના માળા બની શકે તથા તેઓને ખોરાક પણ મળી રહે) માટે સ્થાનિક વૃક્ષો વાવવાનું આયોજન કરેલ. સાથોસાથ લાલપરી, રાંદરડા તળાવ ખાતે સ્થાનિક અને બહારના અને પ્રવાસી પક્ષીઓ આવે છે. વધુમાં વધુ સ્થાનિક અને બહારના પક્ષીઓ આવે તેના સંરક્ષણ માટે આ સાઈટનું પણ ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. SDC ફન્ડેડ CapaCITIES પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવેલ ટ્રીડેન્સિટી અને નેચરલ એસેટ મેપિંગ, રાંદરડા તથા લાલપરી તળાવના લેન્ડસ્કેપિંગ વિગેરે કાર્યોની સરાહના કરવામાં આવેલ. બાયોડાઇવર્સીટીના સંરક્ષણ માટે જનભાગીદારીના મહત્વ વિષે પણ મેયર દ્વારા ચર્ચા કરવામાં આવેલ. વિશેષમાં, મેયરએ જણાવેલ કે, બાયોડાઇવર્સીટી પ્રત્યે જાગૃતતા ખુબજ ઓછી છે અને બાયોડાઇવર્સીટી માટે જનભાગીદારી ખુબજ જરૂરી છે. બાયોડાઇવર્સીટીની જાગૃતતા માટે રાજકોટ મહાનગરપાલિકા પ્રયત્ન કરી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.