Abtak Media Google News

ટ્રાફિકના નિયમો અને હેલ્મેટના કડક કાયદાના ત્રણ દિવસ બાદ હજુ ઘણા પુ‚ષો હેલ્મેટ વગર જ બહાર નીકળે છે. આપણી સુરક્ષા માટે જ ફરજીયાત હેલ્મેટ પહેરવાનો નિયમ છે. આ વાત શહેરની યુવતીઓ મહિલાઓએ ગાંઠે વાળી લીધી છે. મહિલાઓ હેલ્મેટ પહેરીને જ ટુ વ્હીલર ચલાવવાનો આગ્રહ રાખી રહી છે. પુ‚ષો કરતા સ્ત્રીઓને હેલ્મેટ પહેરવામાં વધુ મુશ્કેલીઓ પડતી હોય છે.લાંબા વાળનો અંબોળો કે પફ વાળ્યો હોય તો વાળ વિખેરાઈ જવાની ભીતિમાં પણ હેલ્મેટ પહેરી રહી છે. આજે જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, રેસકોર્ષ સહિતના મુખ્ય માર્ગો પર દરેક મહિલાઓ હેલ્મેટ પહેરીને જ જોવા મળી હતી અને આકરા દંડથી બચી રહી છે. હેલ્મેટના નિયમથી ચૂંદડી ઓઢવાનું, મોઢુ ઢાંકવાનું, તડકાથી બચવાનું દૂર થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.