Abtak Media Google News

‘ચોકીદાર ચોર હૈ’તેવું સુપ્રીમ કોર્ટે કહ્યુ: હોવાના કથન બદલ થયેલા કેસમાં રાહુલ ગાંધીએ સુપ્રીમમાં ત્રીજી વખત સોગંદનામું કરીને બિનશરતી માફી માંગી

રાફેલ સોદામાં ‘ચોકીદાર ચોર હૈ’તેવું નિવેદન કરવા બાબત અવમાનના કેસનો સામનો કરી રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સુપ્રીમ કોર્ટમાં ત્રીજી વખત સોગંદનામુ કરીને બીનશરતી માફી માંગી છે. રાફેલ સોદામાં વડાપ્રધાન મોદીની સંડોવાણીનો આરોપ મુકનારા રાહુલે આ પહેલા પણ બે વખત સુપ્રીમ કોર્ટમાં દુ:ખ વ્યકત કર્યુ હતું. પરંતુ રાહુલની આ દુ:ખ વ્યકત કરવાની રીતથી નારાજ સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી માફી માંગવા અથવા કેસનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું જેના પગલે રાહુલે આજે સોગંદનામુ રજુ કરીને આ નિવેદન મુદ્દે બીન શરતી માફી માંગી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર છેના નિવેદન પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં કોઈપણ શરત વગર માફી માગી હતી. રાહુલે અવમાનના કેસ મામલે પહેલાં દાખલ કરેલાં બે એફિડેવિટમાં માત્ર દુ:ખ જ વ્યક્ત કર્યુ હતું. આ અંગે કોર્ટે તેમને ફટકાર લગાવી હતી, જે બાદ કોંગ્રેસ અધ્યક્ષના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં મૌખિક રીતે માફી માગી હતી. તેની સાથે જ નવી એફિડેવિટ રજૂ કરવા માટે સમય માગ્યો હતો.Supreme Court Of India 2

ગત મહિને સુપ્રીમ કોર્ટ રાફેલ ડીલના લીક દસ્તાવેજોને લઈને બીજી વખત સુનાવણી માટે તૈયારી દાખવી હતી. જે બાદ રાહુલે કહ્યું હતું કે કોર્ટે માની લીધું છે કે ’ચોકીદાર ચોર છે’. જે બાદ ભાજપના નેતા મીનાક્ષી લેખીએ કોંગ્રેસ અધ્યક્ષ વિરૂદ્ધ અવમાનનાનો કેસ દાખલ કર્યો હતો. આ અંગે કોર્ટે રાહુલને કોઈ પણ નોટિસ આપ્યા વગર જવાબ માગ્યો હતો. રાહુલે ૨૨ એપ્રિલે માન્યું હતું કે કોર્ટે એવું કંઈ નથી કહ્યું અને ચૂંટણીના ગરમ માહોલમાં અને જોશ તેમના મોઢામાંથી આ વાત નીકળી હતી. તેઓએ પોતાની ટિપ્પણી પર દુ:ખ પણ વ્યક્ત કર્યુ હતું.

૨૩ એપ્રિલે મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે લેખીના વકીલ મુકુલ રોહતગીને પૂછ્યું કે રાહુલે જવાબમાં શું લખ્યું? આ અંગે રોહતગીએ કહ્યું કે રાહુલે માન્યું છે કે તેને કોર્ટના આદેશને જોયા વગર પત્રકારોને ખોટું નિવેદન આપ્યું હતું. રોહતગીએ એમ પણ કહ્યું કે જે રીતે ખેદ વ્યક્ત કરાયો છે તેને માફી માગી હોવાનું ન કહી શકાય.

રોહતગીના દાવા પર સિંઘવીએ કહ્યું કે કોર્ટે તેમના અસીલ પાસે માત્ર સ્પષ્ટીકરણ માગ્યુ હતુ જે તેમને આપી દીધું ચે. કોર્ટે તેમને નોટિસ આપી ન હતી. આ અંગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે તમે કહો છે કે નોટિસ ઈશ્યૂ નથી થઈ તો હવે નોટિસ આપી રહ્યાં છીએ.

રાહુલે સુપ્રીમ કોર્ટમાં બીનશરતી માફી માંગી લેતા આ અવમાનનાનો કેસ કરનારા ભાજપી નેતા મીનાક્ષી લેખીએ ટવીટર પર વ્યંગ કરતા કહ્યું હતું કે ‘માફ કરો સરકાર ’આમ, રાહુલમાં રાજકીય પીઢતાનો અભાવ હોવાનું ફરીથી પુરવાર થતાં કોંગ્રેસને ચુંટણીનાં સમયગાળા દરમ્યાન નીચા જોવા પણું થયું હોવાનું રાજકીય પંડીતોનું માનવું છે. જો કે ભાજપને ફરીથી રાહુલ અને કોંગ્રેસ પર આક્ષેપ મુકવાની વધુ એક તક મળી ગઇ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.