Abtak Media Google News

ધ્રાગધ્રા શહેરમા કેટલાક જુગારીઓ પોતાના અંગત સ્વાથઁ ખાતર રહેણાંક મકાનમા જુગારની ક્લબો ચલાવે રહ્યા છે. આ લોકો કાયદાની ઐસી-તૈસી કરી જુગારની ક્લબો ચલાવી જુગારીઓના દરરોજની કમાઇ લુંટી લે છે. તેવામા ધ્રાગધ્રા શહેરની બાંભાશેરીમા છેલ્લા ઘણા સમયથી ચાલતી જુગારની ક્લબ પર દરોડો કરી સીટી પોલીસના ડી-સ્ટાફે 6 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા જેમા પ્રાપ્ત વિગતો અનુશાર ધ્રાગધ્રા શહેરની બાંભાશેરી વિસ્તારમા રહેતા જયદીપ ઉફેઁ પપ્પુકાલી વજુભા ઝાલા પોતાના અંગત સ્વાથઁ ખાતર રહેણાંક મકાનમા જુગારની ક્લબ ચલાવતો હોય જેની માહિતી સિટી પોલીસને મળતા પીએસઆઇ આર.જે.ગોહીલ, કુળદિપસિંહ ઝાલા, દશરથભાઇ રબારી, અશોક શેખવા સહિતનો સ્ટાફ બાતમીવાળા સ્થળે પહોચી રહેણાંક મકાનમા દરોડો કરતા
(1)જયદીપ ઉફેઁ પપ્પુકાલી વજુભા ઝાલા રહે:- બાંભાશેરી, ધ્રાગધ્રા
(2) મફાભાઇ બળદેવભાઇ મુંધવા રહે:- ખારીશેરી,ધ્રાગધ્રા
(3) અબજલ રહિમભાઇ કોરડીયા રહે:- નાનીબજાર,ધ્રાગધ્રા
(4) જયેશ મુળજીભાઇ પુજારા (મુન્ના એજન્સી) રહે:- ક્લબરોડ ,ધ્રાગધ્રા
(5) આશીફ યુનીશભાઇ ઘાંચી રહે:- ઘાંચીવાડ,ધ્રાગધ્રા
(6) હષઁદરાજ વનરાજસિંહ ઝાલા રહે:- સરકારી હોસ્પીટલ પાસે ધ્રાગધ્રાવાળા તમામને રંગેહાથ ગંજીપાના વડે જુગાર રમતા રોકડ 35,300 તથા 6 મોબાઇલ કિમત 39500 એમ કુલ મળી 74800ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ 6 જુગારીઓ પર કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.