Abtak Media Google News

ચાર સ્થળેથી ખાદ્ય સામગ્રીના નમૂના લેવાયા: મીઠાઈ, ફરસાણ અને દાઝીયા તેલ સહિત 32 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ

કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ફરસાણ, મીઠાઈ અને ડ્રાયફ્રૂટના વેપારીઓને ત્યાં દરોડાનો દૌર ચાલુ રાખવામાં આવ્યો છે. આજે 53 સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી 11 વેપારીને નોટિસ ફટકારી 32 કિલો વાસી અને અખાદ્ય ખોરોકનો નાશ કરવામાં આવ્યો હતો. ચાર સ્થળેથી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આજે ગાયત્રીનગર મેઈન રોડ પર હરિકૃષ્ણ ફરસાણમાંથી પૌવાનો ચેવડો, 20 સરદારનગર મેઈન રોડ શ્રીજી સ્વીટ-નમકીનમાંથી કાજુ કતરી, હસનવાડી-4માં તિરૂપતિ ડેરીમાંથી બદામ કટલેસ, ધર્મેન્દ્ર રોડ પર સહજાનંદ મુખવામાંથી કાઠીયાવાડી મુખવાસનો નમુનો લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.

આજે દાસીજીવણપરા, પંચવટી મેઈન રોડ, પર્ણકુટીર મેઈન રોડ, વિદ્યાનગર મેઈન રોડ, ચંદ્રપાર્ક મેઈન રોડ, સત્ય સાંઈ મેઈન રોડ, મવડી મેઈન રોડ, બ્રહ્મકુંજ મેઈનરોડ, સાધુ વાસવાણી રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત 11 વેપારીને અનહાઈઝેનીક કંડીશન, ફૂડ લાયસન્સ ન હોવા સબબ નોટિસ ફટકારવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન મળી આવેલ વાસી ફરસાણ, મીઠાઈ, દાઝીયા તેલ સહિત 32 કિલો જથ્થાનો નાશ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.