રેલવે ડિવિઝને આતંકવાદ વિરોધી દિવસ મનાવ્યો

બધા  વર્ગો વચ્ચે શાંતિ અને સદભાવના સ્થાપિત કરવા માટે સંકલ્પ લેવડાવ્યો

અબતક,રાજકોટ: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા આજે આતંકવાદી વિરોધી દિવસ મનાવવામાં આવ્યો. આ પ્રસંગે રાજકોટડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈને ડીઆરએમ ઓફિસના પ્રાંગણમાં તમામ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓન ેદરેક પ્રકારની હિંસા અને આતંકવાદનો મજબૂત પણે વિરોધ કરવા માટે ની શપથ લેવડાવીહતી.

તેમણે બધા વર્ગો વચ્ચે શાંતિ અને સદ્ભાવના સ્થાપિત કરવા માટે નો પણ સંકલ્પ લેવડાવ્યો હતો.ડીઆરએમ  જૈનેશપથ અપાવી હતી કે અમે ભારતવાસી આપણાં દેશની અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દૃઢ વિશ્વાસ કરીએ છીએ અને સંપૂર્ણ રીતે વચન આપીએ છીએ કે અમે બધા પ્રકાર ના આતંકવાદ અને હિંસાનો વિરોધ કરીએ છીએ.

અમે માનવ જાતિના તમામ વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સદ્ભાવ અને સૂઝબૂઝ સ્થાપવા માટે અને માનવ જીવનના મૂલ્યોને જોખમ પહોંચાડવા વાડી તમામ પ્રકારની વિઘટનકારી શક્તિઓથી લડવાની શપથ લઈએછીએ. આ પ્રસંગે સીનિયર ડીસીએમ  અભિનવ જેફ, સહાયક કાર્મિક અધિકારી અનિલ શર્મા, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ હાજર હતા.