Abtak Media Google News

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે મંજૂરી બાદ ડબલીંગ કામ થશે પરંતુ મુસાફરોને દુવિધા નહીં રહે: હાલ રાજકોટ-હાપા ઈલેકટ્રીફિકેશનની કામગીરી દરમિયાન ૧ થી ૧૫ જુન સુધી ૩ થી ૪ કલાકનો જ બ્લોક રહેશે

આગામી સમયમાં રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલીંગનું કામ થનાર છે. પરંતુ હજુ સુધી ક્ધસ્ટ્રકશન ડિપાર્ટમેન્ટ તરફથી આ બ્લોકનો પ્લાન મળેલ નથી. જો ડબલીંગનું કામ શરૂ થશે તો પણ પેસેન્જરોને કોઈ દુવિધા ઉભી નહી થાય અને રેલવે તંત્ર પણ ખાસ કાળજી લેશે. જયારે પણ આ નિર્ણય લેવાશે ત્યારે ટ્રેનો બંધ થવાની સંભાવના નથી તથા મેગા બ્લોકે જ થશે નહિ.

હાલ રાજકોટ-હાપા વચ્ચે ઈલેકટ્રીફીકેશનનું કામ ચાલી રહ્યું છે. હાલ રાજકોટ ચમારસ ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને અમારસ દિકસર વચ્ચે આ કામગીરી ડિસેમ્બરમાં પૂર્ણ થશે આગામી ૧ થી ૧૫ જૂન રાજકોટ હાપા વચ્ચે બ્લોક પ્લાન કરેલ હોય જેથી ત્રણ થી ચાર કલાક બ્લોક રહેશે.

અબતક સાથેની વાતચીત દરમિયાન વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવએ જણાવ્યું હતુ કે મેગાબ્લોકે જ રાજકોટ-હાપા વચ્ચે રેલવેનું ઈલેકટ્રીફીકેશન થતું હોવાથી કરવામાં આવ્યું છે. તા.૧ થી ૧૫ મે સુધી બ્લોક લેવાયું હતુ જે ત્રણથી ચાર કલાકનું રહે છે. આવતા મહિના માટે પણ ૧ થી ૧૫ જૂન સુધી બ્લોક પ્લાન કરેલ છે. એ બ્લોકને અમે અનુમતિ માટે હેડકવાર્ટરને મોકલેલ છે. ત્યાંથી જેવું અપૂર્વલ આવશે તો અમે તમોને કઈકઈ ગાડીઓ પાર્સલી કેન્સલ થશે અથવા રેગ્યુલેટ થશે તે સમયસર જણાવીશું.

મેગા બ્લોક નોર્મલી રેર કેસમાં લેવામા આવે છે. તથા ગાડીઓનાં ટાઈમીંગના હિસાબે અમે લોકો બ્લોક પ્લાન કરીએ છીએ. જેથી પેસેન્જરને અસુવિધા ન થાય અત્યારે અમા‚ મેઈન ફોકસ ડબલીંગ તથા ઈલેકટ્રીફીકેશનનું છે. અત્યારે અમારૂ મેજર કામ રાજકોટ હાપાનું ઈલેકટ્રીફીકેશનનું કામ ચાલે છે. તથા ડબલીંગનું કામ રાજકોટ સુરેન્દ્રનગર પ્લાન છે. પરંતુ અત્યારે અમને ક્ધસ્ટ્રકશન ડિપાર્ટમેન્ટએ અમને બ્લોકના પ્લાન આપેલ નથી.

યાત્રીઓની સુવિધા માટે રેલવે એ જેમકે સૌરાષ્ટ્ર, જનતા સોમનાથ, જબલપૂરમાં થ્રી એસી કોચ એકસ્ટ્રા લગાવેલ છે. તથા દસ ગાડીઓમાં એકસ્ટ્રા કોચ લગાવવા માટે હેડ કવાર્ટરને લખ્યું છે. હેડ કવાર્ટર માસેથી અમને અનુમતિ મળશે તો અમે ગાડીઓમાં એકસ્ટ્રા કોચ લગાવવાની વ્યવસ્થા કરીશું. રેલવે ટાઈમ ટુ ટાઈમ અમે લોકો પ્લાન કરીએ.

ગાડીઓમાં વધુ વેઈટીંગ હોય છે. તો અમે લોકો હેડકવાટરને એડવાઈસ કરીએ છીએ કે જે તે ગાડીઓમાં વેઈટીંગ વધુ છે. તો અમને એકસ્ટ્રાકોચ લગાવવાની અનુમુતિ મળે જો હેડકવાર્ટરમાં પૂરા રેલવે ડીવીઝનનું પ્લાન થાય. તો તેની પ્રાયોરીટી તે હિસાબે ચાલે કે જે ગાડીમાં વધુ વેઈટીંગ હોય તો તે ગાડીઓમાં એકસ્ટ્રા કોચ લગાવાય છે. નવી ટ્રેનો માટેનું અત્યારે તો કોઈ પ્લાનીંગ નથી કારણ કે અત્યારે બોર્ડમાં ટાઈમ ટેબલ કમિટીની મીટીંગ હોય છે. તેમાં ડિસાઈડ થાય. ત્યારે આ ડીવીઝનમાં કોઈ નવી ટ્રેનનું પ્લાન નથી.

રાજકોટ-ચમારસ ડબલ ટ્રેક કામગીરી ડિસેમ્બર જાન્યુઆરીમાં પૂર્ણ થઈ ગયું છે. તથા અત્યારે પ્લાન છે ચમારસથી દિકસર વચ્ચે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે અત્યારે તેનું મેઈન ક્ધસ્ટ્રેન છે તે લેન્ડ ઈકવીઝીશનનું તે લગભગ ૫૫ કિલોની આસપાસ લેન્ડ એકવાયર કરવાનું છે જે ખેડૂતો પાસેથી જમીન લેવાની છે. તથા વચ્ચે વચ્ચે પેચમાં છે તો તેનું સુરેન્દ્રનગર કલેકયરનું રાજકોટ સાથે ચાલુ છે. કે અમારે લેન્ડ એકવાયર કરવાનું છે જે જલ્દી જમીન એકવાયર થશે તો પ્રોજેકટ જલ્દી આગળ વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.