Abtak Media Google News

સરકાર બુલેટના આગમન પહેલા જ ૧૦૦ નવી ટ્રેનોને રેલવેમાં લાવવા માગે છે તો અન્ય ૭૦૦ ટ્રેનોનો સમાવેશ હાઈ-સ્પીડ ટ્રેનોમાં કરાશે

ભારતમાં બુલેટ ટ્રેન લાવવાની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ હાલની ભારતીય ધુરંધર કહી શકાય તેવી રાજધાની, શતાબ્દી અને દુરન્તો ટ્રેન સેવામાં કાર્યરત છે.જેમાં ફલેકસી ફેર સિસ્ટમ અંતર્ગત રેલવે ટિકિટના દર ઘટાડવામાં આવશે. આ મુદ્દે સરકારી અધિકારીઓનું કહેવું છે કે આ ટ્રેનોના ભાવમાં ઘટાડો કરી અન્ય ટ્રેનોમાં ભાવવધારાની કોઈ પ્રકારની યોજના નથી.રાજય રેલમંત્રી મનોજ સિન્હાના જણાવ્યા મુજબ આ સિસ્ટમથી મુસાફરોને લાભ થશે. જોકે આ સિસ્ટમ લાગુ થયા બાદ રેલવે રૂ.૫૪૦ કરોડની કમાણી એક વર્ષથી પણ ઓછા સમયમાં કરી હતી. પરંતુ તેના લીધે મુસાફરો દ્વારા ટીકીટ દર વધુ હોવાની ફરિયાદો આવતી હતી તેમજ તેવું પણ નોંધાયું ટીકીટ દર વધુ હોવાને કારણે પણ ઘણી સીટો ખાલી રહેતી હતી.રેલવે મિનિસ્ટર પિયુશ ગોયલે જણાવ્યું હતું કે ફલેકસી ફેરની તકલીફોની જાણ તેમને જનતા પાસેથી થઈ ત્યારે તેમને માલુમ પડયું કે આ ફેર લોકોના ખીસ્સા ખેરે છે તો તેમણે આ નિયમોમાં સુધારા કરવા અંગે ચર્ચા કરી હતી.ગત વર્ષે સપ્ટેમ્બરના ૯ના રોજ આ ફલેકસી ફેર રાજધાની તેમજ દુરન્તોમાં ૧૦% સિટો વ્યાજબી દર રાખવામાં આવ્યું હતું. તો ૧૦% આરામ બર્થ તેમજ ૫૦% સિલિંગ માટે ફાળવ્યા હતા. આ યોજનાથી સરકારી રેલવે તિજોરી ભરાઈ ગઈ છે.હાલ જોકે સુધારા વધારા કરવામાં આવ્યા છે.પરંતુ ૧ એસી તેમ ઈસી કલાસ કમ્પાર્ટમેન્ટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.સાથે જ સરકાર ૭૦૦ ટ્રેનોની ગતિ વધારવાની શરૂઆત નવેમ્બર ૧, ૨૦૧૭થી કરશે જેથી ભારતમાં અન્ય ૪૮ મેઈલ એકસપ્રેસને સુપરફાસ્ટ કેટેગરીમાં લઈ શકાય. રેલ મિનિસ્ટ્રીનું કહેવું છેકે સરકાર હાલ અન્ય નવી ૧૦૦ ટ્રેનો મુંબઈથી દોડાવવા કાર્યવાહી ૧ ઓકટોબરથી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.