Abtak Media Google News

રેલવે માલની હેરફેર માટે બીજા સંસાધનો કરતાં પ્રમાણમાં ઓછું ખર્ચાળ અને સુરક્ષિત છે. ભારતમાં ૧૮૫૩માં રેલવેનો પ્રારંભ થયો હતો. ભારતના સ્વાતંત્ર્યના વર્ષ 1947 સુધીમાં બેતાળીસ રેલ સીસ્ટમ હતી. 1951માં રેલવેની સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તથા તેને એક છત્ર હેઠળ આવરી લેવાઈ, જેના લીધે વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાં તેની ગણતરી થવા માંડી. બ્રોડ, મીટર અને નેરો જેવા વિવિધ ગેજ સાથે IR લાંબા અંતરની અને ઉપનગરીય સેવાઓની કામગીરી નિભાવે છે.

ખનીજો, ખાતર અને પેટ્રોકેમિકલ્સ, કૃષિ ઉત્પાદનો, લોખંડ અને સ્ટીલ, મલ્ટિમોડલ ટ્રાફિક અને અન્ય વસ્તુઓ સહિત IR અનેક પ્રકારના માલ-સામાનનું પરિવહન કરે છે. 1990ના દસકાથી ઈન્ડિયન રેલવેએ નાના કન્સાઈનમેન્ટના બદલે મોટા કન્ટેઈનરોનો ઉપયોગ શરૂ કર્યો છે, જેણે કામગીરી ઝડપી બનાવવામાં મદદ કરી છે. કોલસો, સિમેન્ટ, અનાજ અને આયર્નના જથ્થાબંધ સામાનમાંથી IRને નૂરભાડાની મોટાભાગની આવક મળે છે.

Screenshot 4 1

ભારતીય રેલ્વે, જેણે વર્ષ 2021-22માં ફ્રેઇટ લોડિંગમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે તેણે એપ્રિલ 2022 મહિનામાં પાછલા વર્ષની સિદ્ધિને આગળ વધારી છે. ભારતીય રેલવેએ એપ્રિલ 2021 માં અગાઉના શ્રેષ્ઠ આંકડાઓ એટલે કે 111.64 MT કરતાં 10.5 MT (9.5% વૃદ્ધિ) ના વધારાના લોડિંગ સાથે 122.2 MT શ્રેષ્ઠ ફ્રેઇટ લોડિંગનો રેકોર્ડ નોંધાવ્યો છે.

આ સિદ્ધિ સાથે, ભારતીય રેલવેએ સતત 20 મહિના માટે અત્યાર સુધીના શ્રેષ્ઠ માસિક આંકડાઓ નોંધાવ્યા છે અને સપ્ટેમ્બર 2020 માં શરૂ થયેલો ટ્રેન્ડ અપરાજિત રીતે નિરંતર ચાલુ રહ્યો છે તથા પસાર થતા હરેક મહિને માસિક ફ્રેઇટ લોડિંગના નવા રેકોર્ડ્સ બની રહ્યા છે. એપ્રિલ 2022માં ભારતીય રેલ્વે દ્વારા બુક કરાયેલ NTKMs પણ એપ્રિલ’21માં નોંધાયેલ 62.6 બિલિયનથી વધીને 73.7 બિલિયન થયા છે. એટલે કે 17.7% નો વધારો થયો છે.

Screenshot 6 3

આ વૃદ્ધિને કોલસામાં 5.8 MT ના વધારાના લોડિંગ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે,તેની સાથે 3.3 MT ખાદ્ય અનાજ અને 1.3 MT ખાતર પણ આ વૃદ્ધિને સહયોગ આપી રહ્યા છે. સ્ટીલ પ્લાન્ટ્સ (આયર્ન ઓર સહિત) માટે કાચો માલ અને ફિનિશ્ડ સ્ટીલ સિવાય, તમામ કોમોડિટીએ પણ ગયા વર્ષના સમાન સમયગાળામાં વૃદ્ધિ નોંધાવી છે. દૈનિક લોડ થતા વેગનના સંદર્ભમાં પણ 9.2% નો વધારો થયો છે તથા ભારતીય રેલવેએ ગત વર્ષે એપ્રિલ મહિનામાં 60434 વેગનની સરખામણીએ 66024 વેગન પ્રતિ દિવસ લોડ કર્યા છે.

દેશમાં આર્થિક પ્રવૃતિના ઉદભવ અને આયાતી કોલસા આધારિત ઉત્પાદનમાં ઘટાડા સાથે (કોલસાના ઊંચા આંતરરાષ્ટ્રીય ભાવને કારણે) સ્થાનિક કોલસાની માંગમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે જે રેલવે દ્વારા સતત પૂરી પાડવામાં આવી રહી છે. આ એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે 21 સપ્ટેમ્બરથી 22 માર્ચની વચ્ચે ભારતીય રેલવેએ પાવર હાઉસમાં કોલસાના લોડિંગમાં 32%નો વધારો કર્યો છે. આ ક્રમ એપ્રિલમાં પણ ચાલુ રહ્યો છે અને એપ્રિલ ’22 દરમિયાન એકંદર કોલ લોડિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે, જેમાં લાંબા સમય સુધી પ્રાથમિકતા પર વધુ કોલસો (ડોમેસ્ટિક અને ઈમ્પોર્ટેડ બંને) લોડ થઈ રહ્યો છે અને તેથી વધુ NTKM જનરેટ થયા છે. એપ્રિલ’21 ની સરખામણીએ એપ્રિલ’22માં કોલસાના લોડિંગમાં 11% વૃદ્ધિ જોવા મળી છે, તે જ રીતે એપ્રિલ’21 ની સરખામણીએ એપ્રિલ’22માં NTKMમાં 9% વૃદ્ધિ જોવા મળી છે જે 20% થી વધુ વધી છે. એપ્રિલ’22માં પાવર હાઉસ માટે સ્થાનિક કોલસાના લોડિંગમાં પણ 18.8%ની વૃદ્ધિ સાથે નોંધપાત્ર વધારો થયો છે.

Screenshot 7 2

FCI દ્વારા સ્વસ્થ ખરીદી અને ઘઉંની નિકાસ માટેની તેજીની માંગને કારણે એપ્રિલમાં ખાદ્યાન્નના લોડિંગમાં 95% નો વધારો થયો છે. વધુમાં, ખાતરોના લોડિંગમાં 53% નો વધારો થયો છે. ડોમેસ્ટિક કન્ટેનર સેગમેન્ટમાં 25% થી વધુ વૃદ્ધિ સાથે કન્ટેનર સેગમેન્ટ 10% થી વધુ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.