Abtak Media Google News

42 કિલોમીટરની રેલલાઈન જુનાગઢ, તોરણીયા, બીલખા, વિસાવદરથી પસાર થાય છે

ગીરના જંગલની મધ્યમાંથી વધુ એક રેલવે લાઈન પસાર થવાના અહેવાલ આમ તો સામાન્ય લાગતા હશે પણ અહીં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. એશિયાઈ સિંહોની વસતી ધરાવતાં એકમાત્ર ગીર અભ્યારણમાં ટ્રેન હેઠળ સાવજોનાં કપાઈ જવાનાં કિસ્સા વખતોવખત પ્રકાશમાં આવતા જ રહે છે અને અભ્યારણ્યમાંથી પસાર થતી રેલવે લાઈન સામે પણ વિરોધ થાય છે. તેવા સમયે રેલવે વિભાગે વન વિભાગની પૂર્વ મંજુરી વિના જ જુનાગઢથી વિસાવદર રેલવે ટ્રેક માટેનાં ટેન્ડર જાહેર કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં જબરો વિવાદ સર્જાવાનાં એંધાણ છે.

Advertisement

ભારતીય રેલવેની સબસીડીયરી કંપની રેલ વિકાસ નિગમ દ્વારા જુનાગઢ-વિસાવદર મીટરગેજ રેલલાઈનને બ્રોડગેજ રેલ લાઇન માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. આ રેલલાઈન જુનાગઢ, તોરણીયા, બીલખા, વિસાવદર, સુધીની છે. અભ્યારણ્યની 100 મીટરની નજીકથી જ તે પસાર થાય છે. સાવજોની નોંધપાત્ર વસતી ધરાવતા ક્ષેત્રમાંથી તે જોખમી બને શકે તેમ છે. વનવિભાગનાં અધિકારીઓએ એવો દાવો કર્યો કે રેલવે વિભાગે ટેન્ડર જારી કરવા વિશે જાણ કરી નથી કે મંજુરી મેળવી નથી. આ રેલવે પ્રોજેકટ સિંહો માટે મોટુ જોખમ ઉભૂ કરી શકે છે.રાજુલા-પીપાવાવ બ્રોડગેજ રેલવે લાઈન પર આઠ સાવજોનાં મોત માત્ર બે માસનાં ગાળામાં જ થયા છે.

42 કિલોમીટરના આ વિસ્તારમાં એશિયાટિક સાવજોની વસ્તી ખૂબ વધુ જોવા મળે છે અને આ વિસ્તારમાં આવજો વસવાટ કરે છે ત્યારે ઇકો સેન્સેટિવ ઝોનમાં સરકાર કોઈપણ પ્રકારના ચણતર કરવાની પરવાનગી આપતું નથી છતાં રેલ નિગમ દ્વારા આ વિસ્તારમાં મીટર ગેજને બ્રોડગેજ માં રૂપાંતરિત કરવાના ટેન્ડરો બહાર પાડતા જ વિવાદ ઊભો થયો છે. બીજી તરફ આ વિસ્તારમાં કોઈ પણ વિભાગે કંઈ કામ કરવું હોય તો સર્વ પ્રથમ વન વિભાગની પરવાનગી લેવી આવશ્યક છે પરંતુ તે હજુ સુધી થયું નથી ત્યારે ગિરનાર જો ઉપર જોખમ ઊભું થયું છે.  ભાવનગર રેલવે ડીવીઝનનાં સુત્રોએ કહ્યું કે પ્રોજેકટને હજુ મંજુરી મળી નથી જોકે તે માટેની પ્રક્રિયા ચાલુ છે. સરકારનો જ પ્રોજેકટ હોવાની જરૂરી પરવાનગી મળી જવાના આશાવાદથી ટેન્ડર જારી કરવામાં આવ્યા છે. વન વિભાગનાં સીનીયર અધિકારીએ કહ્યું કે આ દરખાસ્ત 2020 માં સ્ટેટ બોર્ડ વાઈલ્ડ લાઈફને સોંપાઈ હતી તેને મંજુરી અપાઈ ન હતી.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.