Abtak Media Google News

પ્રવેશ દ્વારે પ્રવાસીના પ્રવેશને સલામત કરવા જીકજેક રેલીંગ અને વાહનો માટે બુમબેરીયર તૈનાત

ઊપરકોટ પ્રવેશ દ્વારે કિલ્લાને ખુલ્લો મુકાયા બાદ 4 દિવસ સુધી તમામ પ્રવાસીઓ માટે ઉપરકોટને નિહાળવા માટે નિશુલ્ક પ્રવેશ્યા આપવાની જાહેરાત થઈ હતી અને પ્રથમ દિવસે સાડા સાત હજારથી વધુ, બાદ બીજા દિવસે 18 હજારથી વધુ અને ત્રીજા દિવસે સવારમાં માત્ર 4 કલાકમાં જ 20  હજારથી વધુ મુલાકાતઓ મળી માત્ર અઢી દિવસમાં કુલ મળી 47 હજાર જેટલા મુલકાતીઓએ ઉપરકોટ ની મુલાકાત લીધી હતી.

દરમિયાન ગઈકાલ તા. 3 ઓકટોબરથી હવે પ્રવેશ ફી સાથે પ્રવેશ આપવાનું શરૂ થયું છે અને શનિવારે ઉપરકોટની મુલાકાત માટે મુલાકાતિઓની ભારે ભીડ થઈ જતા, સર્જાયેલી અવ્યવસ્થા બાદ વ્યવસ્થાનાં ભાગ રૂપે જિલ્લા વહિવટી તંત્રનાં વડા કલેકટર અનિલ રાણાવસીયાનાં સીધા માર્ગદર્શન તળે વહીવટી તંત્ર દ્વારા સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેમાં ઊપરકોટના પ્રવેશ દ્વારે જીકજેક રેલીંગ રાખવામાં આવશે, જેમાં 250 થી 300 લોકો એક પોઈન્ટ પર પ્રવેશ મેળવી શકશે.

આ સાથે વાહનોનાં ટ્રાફીકને નિયમન કરવા બુમબેરીયર મુકવામાં આવનાર છે. અને ઊપરકોટનાં પ્રવેશ સિવાય બહાર નિકળવાની અલાયદી વ્યવસ્થા કરવા સવાણી ગ્રુપ, પ્રવાસન નિગમ લીમિટેડ સાથે સંકલન કરીને કરવામાં આવનાર છે. લોકોની સુવિધાઓ અને સલામતિને ધ્યાનમાં રાખીને એક અલગથી ગોધાવાવની પાટી, ગિરનાર દરવાજા પાસે પાર્કીંગની સુવિધા ઊભી થનાર છે. જ્યાં બસ, અને મોટા વાહનો પાર્ક કરવાની સુવિધા ઊભી કરાશે.

વધારે ભીડ જણાયે ઊપરોકટમાં જવાનાં મુખ્ય બે માર્ગો જેમ કે જગમાલચોકથી ઉપરકોટ અને ગિરનાર દરવાજાથી ઉપકોટ બેઉ માર્ગોને ટ્રાફીકનાં ધસારાને ધ્યાને લઇને એક માર્ગિય જાહેર કરવાનું જિલ્લા વહીવટી તંત્રની તૈયારી છે. આ સાથે પ્રવાસીઓની સવલતો બાબતે કલેકટર અનિલ રાણાવસીયાના માર્ગદર્શન તળે વહીવટી તંત્રનાં પ્રાંત અધિકારી ભુમિબેન કેશવાલા અને તંત્રનાં અધિકારીઓ  મોનીટરીંગ કરી રહ્યા છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.