Abtak Media Google News

ધોરાજી, ઉપલેટા, જેતપુર, વેરાવળ, શાપર, ભાવનગર, પાલીતાણા, મોરબી સહિતના ગામોમાં ઝરમર વરસાદ: દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

વાયુ વાવાઝોડાની અસરના કારણે આજે સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગઈકાલ સાંજથી સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલ્ટાયું છે. આજે સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાં કયાંક ધીમીધારે તો ધીંગીધારે વરસાદ વરસી રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આજે દિવસભર વરસાદી માહોલ રહેશે.

ગઈકાલ સાંજથી રાજ્યભરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વાયુ વાવાઝોડાની અસરના કારણે આજે સવારથી રાજકોટ સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ ઉપરાંત શાપર, વેરાવળ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, જૂનાગઢ, માંગરોળ, ભાવનગર, પાલિતાણા, મોરબી સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ પડતા લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાના કારણે વેરાવળમાં એક વૃક્ષ ધરાશાયી થતા એક સાઈડનો રોડ બંધ કરવાની ફરજ પડી હતી. રાજકોટના શાપરમાં પણ સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ભાવનગરમાં પણ વરસાદ ચાલુ છે. પાલીતાણા-તળાજામાં સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વેરાવળમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ છે. પોરબંદરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન ફૂંકાવાના કારણે તકેદારીના ભાગરૂપે વીજ કંપની દ્વારા સવારે અનેક ગામોમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે પવનની ગતિ ઓછી થતાંની સાથે જ ફરી વીજ પુરવઠો શરૂ કરી દેવાયો હતો.

Rainfall-From-Morning-To-Morning-In-Saurashtra-Including-Rajkot
rainfall-from-morning-to-morning-in-saurashtra-including-rajkot

રાજકોટમાં આજે સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જામ્યો છે અને વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં 10 વાગ્યા સુધીમાં 2 થી 3 મીમી જેટલો વરસાદ વરસી ગયો હતો. વાયુ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. કયાંક 8 ઈંચ જેટલો ભારે વરસાદ વરસે તેવી પણ સંભાવના વ્યકત કરાઈ છે. જો કે, આજે વાયુએ દિશા ફેરવતા હવે વરસાદનું જોર પણ ઘટશે છતાં દરિયાકાંઠા વિસ્તારમાં છુટા છવાયા 1 થી 2 સ્થળે અતિભારે વરસાદ પડે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

Rainfall-From-Morning-To-Morning-In-Saurashtra-Including-Rajkot
rainfall-from-morning-to-morning-in-saurashtra-including-rajkot
Rainfall-From-Morning-To-Morning-In-Saurashtra-Including-Rajkot
rainfall-from-morning-to-morning-in-saurashtra-including-rajkot
Rainfall-From-Morning-To-Morning-In-Saurashtra-Including-Rajkot
rainfall-from-morning-to-morning-in-saurashtra-including-rajkot

સૌરાષ્ટ્ર ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. નવસારી, અરવલ્લીમાં આ લખાય છે ત્યારે વરસાદ ચાલુ છે. સાબરકાંઠામાં ગત મધરાત્રે દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. અંબાજી પંથકમાં પણ વરસાદ પડી ર્હયો છે. સાબરકાંઠામાં ભારે પવનના કારણે પતરા ઉડતા એક યુવાનનું મોત નિપજયું છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવનના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. છેલ્લા અઢી માસથી કાળઝાળ ગરમીમાં શેકાતા સૌરાષ્ટ્રવાસીઓને આજે વરસાદ પડતા ગરમીથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.