Abtak Media Google News

રાજકોટમાં વરસાદનું પ્રમાણ 21 ટકા વધશે: ગરમીના દિવસો અને તાપમાન પણ ઉંચકાશે

રાજકોટ જિલ્લાનો 2030 સુધીનો કલાયમેન્ટ ચેંજ અને પર્યાવરણ એકશન પ્લાન રજૂ કરાયો: ભવિષ્યમાં થનારી સંભવિત અસરો માટે પોલીસી બનાવવા અને નક્કર પગલાં માટેનું આયોજન ઘડાશે

રાજકોટ જિલ્લામાં આગામી 80 વર્ષમાં વરસાદના પ્રમાણમાં 21 ટકાનો વધારો થશે જ્યારે ગરમીના દિવસોમાં 35 ટકાનો વધારો આવશે અને તાપમાનમાં પણ 2 ડિગ્રીનો વધારો આવશે વર્ષ 2030 સુધીનો કલાયમેટ ચેન્જ અને પર્યાવરણ એકશન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. જળવાયું પરિવર્તન પર્યાવર્ણીય અસરોના અભ્યાસ માટે ગુજરાતભરમાંથી માત્ર રાજકોટ અને અમદાવાદ શહેરની પસંદગી કરવામાં આવી છે.

આ એકશન પ્લાન ભવિષ્યમાં થનારી સંભવિત અસરો માટે પોલીસી બનાવવા અને નક્કર પગલા ભરવા માટે બહુ ઉપયોગી સાબીત થશે. કલાઇમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકારના સંકલનમાં નવી દિલ્હીની વસુધા ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓએ જળવાયુ પરિવર્તન સહિતની નકારાત્મક અસરોને આગામી સમયમાં જરૂરી પગલાં લઇ ઓછી કરવા માટે કરવાની થતી પોલિસીઓ અને ભલામણો રજૂ કરવા માટે રાજ્યમાં રાજકોટ અને અમદાવાદ જિલ્લાની પસંદગી કરી છે.

રાજકોટના કલેકટર અરૂણ મહેશ બાબુ અને જિલ્લા વહીવટી તંત્રના જળવાયુ પરિવર્તન પર પગલાં લઈ શકે તેવી કચેરીઓના અધિકારીઓ સમક્ષ નવી દિલ્હીની સંસ્થાના વસુધા ફાઉન્ડેશને અભ્યાસુ પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. આ પ્રેઝન્ટેશનમાં આગામી 70 થી 80 વર્ષમાં રાજકોટ જિલ્લામાં હાલના વિકાસ,વીજળીનો ઉપયોગ  અને ટ્રાન્સપોર્ટેશન પ્રગતિ અને રાજ્યની  સમગ્રયા સ્થિતિ સામે રાજકોટ જિલ્લાની સ્થિતિ જણાવી ગ્રીન એનર્જી, સોલાર રૂફ ટોપ યોજના, કુસુમ યોજના, ઉજ્વલા યોજના, ઇવાહનો, અમૃત યોજના, સ્વચ્છ ભારત યોજના અને બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ તથા અન્ય યોજનાઓમાં વિશેષ કામગીરી સામે કામ કરવામાં આવે તો વર્ષ 2030 સુધીમાં જળવાયુ પરિવર્તનની નકારાત્મક અસરો ના પડે અને આ માટે જુદા જુદા ક્ષેત્રે કરવાની થતી કામગીરી- પોલિસીમાં બદલાવ  સહિતની ભલામણો રજૂ કરી  હતી.

કલેક્ટર રાજકોટ જિલ્લાનો કલાઇમેટ ચેન્જનો પ્લાન નું પ્રેઝન્ટેશન નિહાળી જણાવ્યું હતું કે વસુધા ફાઉન્ડેશન દ્વારા ગીર  ફાઉન્ડેશન, શક્તિ સસ્ટેઇનેબલ એનર્જી ફાઉન્ડેશન તેમજ ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગના સંકલનમાં  રાજકોટ જિલ્લાનો વરસાદ, ગરમી, ઠંડી અને અન્ય સેક્ટરમાં વર્ષ 2005 થી 2019 સુધીની વિશ્વસનીય માહિતી એકત્ર કરીને વર્ષ 2100 સુધીમાં થનારી અસરો અને વર્ષ 2030ને ધ્યાનમાં રાખીને કરવાના થતાં બદલાવની માહિતી અભ્યાસુ પૃથ્થકરણ રજુ કરી આપી છે. જેનો અભિયાસ કરી સરકાર કક્ષાએ દરખાસ્તો તેમજ ગ્રીન સોલાર એનર્જીનો  વધું વપરાશ ઇન્સટોલેશન માટે  સ્થાનિક  તંત્ર સાથે સંકલન, લોકોમાં જાગૃતિ સહિતનું આયોજન કરવામાં આવશે.

આ પ્રેઝન્ટેશનમાં રાજકોટ જિલ્લામાં આગામી એશી વર્ષ સુધીમાં વરસાદના દિવસો વધશે નહીં પરંતુ વરસાદનું પ્રમાણ 21 ટકા સુધી વધી શકે અને તાપમાનમાં એક થી બે ડિગ્રી વધારો તેમજ  ગરમીના દિવસોમાં 35 ટકાનો વધારો થવાની સંભાવના જોવા મળશે. જેથી  પુર સહિતની સ્થિતિ નિવારવા અત્યારથી લાંબાગાળાનું આયોજન માટે ભલામણો રજૂ કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટરે ગુજરાત સરકાર દ્વારા જળવાયુ પરિવર્તનની સંભવિત અસરો સામે લાંબાગાળાનું આયોજન છે. જેમાં  નેશનલ કક્ષાએ સરાહનીય કામગીરી થઇ છે તેનો ઉલ્લેખ કરી રાજકોટ જિલ્લામાં પણ સોલાર રૂફ ટોપ યોજનાનો વિસ્તાર વધે ,બેટરી સંચાલિત વાહનોની પોલિસીમાં અમલવારી, વૃક્ષોનું વાવેતર, પર્યાવરણ  સહિતની કામગીરી રાજ્ય સરકારના માર્ગદર્શન વધારવામાં આવશે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.