Abtak Media Google News

Table of Contents

મેઘ મેહર થઈ જશે તો તલાવડા છલકાઈ જશે

રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો ડુક…ડુક… જો મેઘો નહી રીઝે તો જળસંકટની શકયતાDem 2

આ વર્ષે ચોમાસુ શરૂ વહેલું થયું હતુ. પરંતુ છેલ્લા થોડા દિવસોથી વરસાદે બ્રેક લીધો હોય ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પાણીનું સંકટ ઉભુ થયું હોય. તેવું લાગી રહ્યું છે. હજુ પણ વરસાદ ખેંચાશે તો આવતા દિવસોમાં રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં આવેલા જુદા જુદા જિલ્લાનાં ડેમો પણ ખાલી થવાના આરે પહોચી ગયા છે. હાલ રાજકોટ જિલ્લાના 26 ડેમોમાં અંદાજે 24% જ પાણી ઉપલબ્ધ છે. જો વરસાદ ખેંચાશ તો જળ સંકટ ઉભુ થાયતેવું લાગી રહ્યું છે. હવે સિંચાઈ તંત્ર પણ મુંઝવણમાં છે.ખેડુતોને સિંચાઈનું પાણી કેવી રીતે આપવું.

હાલ રાજકોટ જિલ્લાના ડેમો 24% ભરેલા છે: એસ. જે. પટેલ

Vlcsnap 2021 07 08 17H39M22S914

અબતક સાથેની વાતચીત દરમિયાન કાર્યાલપાલક ઈજનેર સિંચાઈ વિભાગ એસ.જે. પટેલે જણાવ્યું હતુ કે જણાવ્યું હતુ કે રાજકોટ જિલ્લામાં કુલ 26 ડેમો આવેલા છે. જેમાં ચાર ડેમો પીવા માટેના છે. બાકીનાં 22 ડેમો ખેતીવાડી અને પીવા માટે છે. જેમ કે વેણુ, મોરજર, જે બંને માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હાલ તમામ ડેમો અંદાજે 24% ભરેલા છે. વેરી ડેમ ગોંડલને પાણી આપે છે. આજીડેમ-1 ન્યારી ડેમ-1માંથી રાજકોટને પીવાનું પાણી આપવામાં આવે છે.

Dem 3

લાલપરીમાંથી ભૂતકાળમાં કોર્પોરેશન લેતુ હવે તે એડલ્ટ પડયું છે તે પણ પીવા માટે જ છે. વાર્ષિક ડેમોનું મેન્ટેનન્સ કરવામાં આવતું હોય જેમાં ડેમો માટેના અંદાજો તૈયાર કરી મંજૂરી મેળવી ટેન્ડર કરી એજન્સીને કામ સોંપીએ છીએ તેમની કામગીરી પર મોનીટરીંગ થતું હોય છે. આ વખતે ચોમાસુ ખેંચાયું જેની અસરની વાત કરૂ તો પીવાના પાણી ભાદરમાંથી અને આજી-3માંથી પીવાનું પાણી લઈએ છીએ જેમાં પૂરતું પાણી છે. પીવાનો પ્રશ્ર્ન નથી. વેરી ડેમમાં પણ પૂરતું પાણી છે. સિંચાઈની વાત કરીએ તો ન્યારી-2 અને આજી-2માંથી આજની ઓરવણની ચાલુ છે.આજી-3માં વચ્ચેના થોડા સમયમાં વરસાદ પડી ગયો હતો. તેથી પાણી છે. અને માંગણી ખેડુતોની આવશે તો પાણી આપી શકાય તેમ છે. અને ભાદરમાંથી પાણી આપી શકાય તેમ છે. જો વરસાદ ખેંચાય અને પરિસ્થિતિ બદલાય તો સરકારને વિશ્ર્વાસમાં લેવું પડે તે સ્થિતિ છે.

જો વરસાદ ખેંચાશે તો માયાસર અને તિમનળીયા તળાવમાંથી વોટર વર્કસ ડિપાર્ટમેન્ટસ પાણીની વ્યવસ્થા થઈ શકશે: પરેશભાઈ ભટ્ટ

Vlcsnap 2021 07 08 17H27M02S445

અબતક સાથેની વાતચીત દરમિયાન દ્વારકા નગરપાલિકાના વોટર વર્કસ ડિપાર્ટમેન્ટના પરેશભાઈ ભટ્ટએ જણાવ્યું હતુ કે દ્વારકાને હાલ પીવાના પાણીના 6 એમએલડક્ષની જરૂરત હોય છે. તેની સામે આપણે 4 એમએલડીનું વિતરણ કરીએ છીએ. આવનાર સમયમાં વરસાદ ખેંચાશે તો દ્વારકા નગરપાલિકા દ્વારા એવું આયોજન કરવામાં આવશે કે માયાસર તળાવ, તિમનળીયા તળાવમા પુષ્કળ પાણી ઉપલબ્ધ છે. તો ત્યાંથી વ્યવસ્થા થઈ શકે તેમ છે. હાલ દ્વારકામાં લોકોને એકાંતરે પાણી વિતરણ કરવામાં આવે છે. પાણીનો પ્રોબ્લેમ નથી.

નર્મદા કેનાલ મારફતે મચ્છુ ડેમ-2માં પાણી આપવામાં આવતા પાણીની અછત નહી સર્જાય: ગીરીશ સરૈયા (ચીફ ઓફીસર-મોરબી)

Vlcsnap 2021 07 08 17H27M52S537

અબતક સાથેની વાતચિત દરમિયાન મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતુ કે મોરબી નગરપાલિકાના દરરોજ 45 એમએલડી પાણી મળી રહ્યું છે. જે મચ્છુ ડેમ 2, ધરમપૂર ટીંબડી પંપીંગ સ્ટેશનમાંથી પાણી મળી રહ્યું છે. મચ્છુ ડેમ 2માં નર્મદા કેનાલમાંથી પાણી આપવામા આવે છે. હાલ વરસાદ ખેંચાવાના કારણે નગરપાલીકાને પાણીની તકલીફ રહેશે નહીં. સાથે સાથે નગરપાલિકા દ્વારા ડિસ્ટ્રીબ્યુટર સીસ્ટમની કામગીરી પણ શરૂ કરી છે. મોરબી નગરપાલિકા વિસ્તારોમાં નવી પાણીની પાઈપલાઈન નાખવામાં આવી છે.જેનું ટેસ્ટીંગ કરી કનેકશન

અપાઈ રહ્યા છે. જેને કારણે ભવિષ્યમાં પાણીનો બગાડ રોકી શકશે. મોરબી શહેરની વસ્તી મુજબ રોજનું 40થી 42 એમએલડી પાણીની જરૂર રહે છે. જેની સામે 34 એમએલડી પાણીનું વિતરણ થાય છે. મચ્છુ ડેમ હાલમાં ભરેલો છે.અને સુજલામ સુભલામ યોજના અંતર્ગત ડેમમાં પાણી ઠાલવવામા આવી રહ્યુ છે. ભૂતકાળમાં જે ઓછા વરસાદને કારણે પાણીનો કાપ કરવો પડતો હતો તે કાપ નહી કરવો પડે.

Dem 4

રાજકોટ શહેરમાં પહેલા વરસાદ આધારીત રહેવું પડતુ હવે સૌની યોજના આવવાથી પાણીનો પ્રશ્ન હલ થયો: ડો. ડવ

Pradip Dav

અબતક સાથેની વાતચિત દરમિયાન રાજકોટ મેયર ડો. પ્રદિપ ડવએ જણાવ્યું હતુ કે રાજકોટ શહેરની સ્થિતિ અગાઉની એવી હતી કે આપણે વરસાદ આધારીત હતા. ત્યારે હવે સૌની યોજનાથી રાજકોટમાં પાણી મળે છે. તેથી પાણીના પ્રશ્ર્નો હલ થયા છે. હાલ આજી, ન્યારી અને ભાદર ત્રણેય ડેમો તેની કુલ સ્થિતિમાં 50% ટકા પાણીનો જથ્થો છે. રાજકોટને હજુ ઓગષ્ટ સુધી પાણી આપી શકીએ તેમ છીએ. આપણે ભાદર, આજી, ન્યારી ડેમમાંથી અને વધુ ઘટતુ પાણી નર્મદા આધારીત મળતું રહેતું હોય છે. રાજકોટમાં 315 એમએલડીની જરૂરત હોય. જેમાં આજીમાંથી 5 એમસીએફટી ન્યારીમાંથી 4 એમસીએફટી ભાદરમાંથી 42 એમસીએફટી અને બેડી, રૈયાધાર અને ઘંટેશ્ર્વર કુલ મળી 75 એમએલડી પાણી મળતું હોય છે. અને 315 એમએલડીનું દૈનિક પાણી શહેરમાં થતુ હોય છે. છેલ્લે આપણે એપ્રિલ મહિનામાં સૌની યોજના થકી પાણી ન્યારી, આજીમાં ભરવામાં આવ્યું હતુ.

વરસાદ ખેચાય તો પણ ઉનાને પાણીની ખેચ નહીં જ પડે: જયદિપ પટેલ (ઉના ડેપ્યુટી એન્જીનીયર)

Vlcsnap 2021 07 09 13H53M56S125

અબતક સાથેની વાતચિત દરમિયાન સિંચાઈ પેટા વિભાગ ઉના ડેપ્યુટી એન્જીનીયર જયદિપ પટેલએ જણાવ્યું હતુકે પ્રવર્તમાન પરિસ્થિતિ જોઈએ તો રાવલ સિંચાઈ યોજનામા 16.5 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ 949 એમસીએફટી પાણી ઉપલબ્ધ છે. જેમાંથી 8 હજાર હેકટર જેટલો સિંચાઈ વિસ્તારમાં પાણી આપીએ છીએ અને રાવલ સિંચાઈ યોજનામાંથી પીવાનું પાણી દિવ પાણી પૂરવઠા યોજના અને ઉના પાણી પૂરવઠા યોજના તેમજ આજુબાજુનાં ઘણા ગામોમાં પીવાનું પાણી જાય છે. વરસાદ ખેંચાતા સિંચાઈ યોજના ચાલુ છે. તેમાંથી અંદાજે 200 જેટલા ફોર્મો આવી ગયા છે. અને બીજા ફોર્મ સાઈટ પર ઉઘરાવવાનું શરૂ કર્યું છે. અને ખેડુતોને સમયસર પાણી મળી રહે છે. અત્રેની કચેરી હેકટરની બીજી સિંચાઈ યોજના છે. જે મચ્છોદ્રી સિંચાઈ

યોજના તેમાં પણ તોકતે વાવાઝોડા સંદર્ભે સારો જથ્થો આવ્યો છે. જે મુજબ 50%થી 55% જથ્થો આવેલો છે. જેમાં ઉના તેમજ ગીરગઢડા તાલુકાના અંદાજીત 21 ગામોનો સમાવેશ થાય છે. જેમાં ડાબો જમણો બંને કાંઠેની અંદર પીયત ચાલુ છે.જો હજુ પણ વરસાદ ખેંચાય તો ડેમમાં આપણી પાટે પર્યાપ્ત જથ્થો છે જો 5 થી 7 પાણી જો દેવાની જરૂર પડે તો પણ આપી શકીશું.

ભાદર-2માં 31 ઓગષ્ટ સુધી ચાલે તેટલુ જ પાણી: સેક્શન ઓફીસર હિરેન જોષી

Vlcsnap 2021 07 08 17H27M15S858

ભાદર 1ના સેક્સન ઓફોસર હિરેન જોષીએ જણાવ્યું હતુંકે હાલ ભાદર એક ડેમનું લેવલ 17.80 ફૂટ છે. જે અંદાજે 1435 એમસીએફટી જેટલો પાણીનો જથ્થો હાલમાં છે. જેતપુર શહેર સહિતના  વિસ્તારની જુદી જુદી યોજનોમાં ભાદર 1 માંથી પાણી ફાળવવામાં આવે છે. ગયા વર્ષે કુલ 9 પાણ પિયત માટે આ ડેમમાંથી આપવામાં આવ્યું હતું. હાલ ડેમમાં રહેલ જથ્થો છે તે પીવા માટે અનામત રાખવામાં આવ્યો છે. જે 31 ઓગસ્ટ સુધી દોઢ મહિના જેટલું ચાલે તેમ છે. આવનારા સમયમાં જો વરસાદ ખેંચાશે તો જેતપુર અને આજુબાજુના ગામોમાં પાણીની સમસ્યા સર્જાય તેવી સ્થિતિ થાઈ તો નવાઈ નથી આ બાબતે સરકારે યોગ્ય નિર્ણય કરવાની તાતી જરૂરિયાત છે.

જામનગર જિલ્લાના ડેમોમાં બે માસ પછી ડૂકી જશે

સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર અને સબ ફોકલ ઓફિસરના જણાવ્યા અનુસાર આજની તારીખની સ્થિતિ જિલ્લાના 25 ડેમોમાં 627 એમસીએફટી જથ્થો ઉપલબ્ધ છે. જેમાં સસોઇ ડેમમાં 13.25, પન્ના ડેમમાં 19.57, ફૂલઝર-1માં 42.52, સપડા ડેમમાં 27.77, ફુલઝર-2માં 3.06, વિજરખી ડેમમાં 38.40, ડાઇ મીણસાર ડેમમાં 2.92, રણજીત સાગર ડેમમાં 42.80, ફોફળ-2માં 2.76, ઉંડ-3માં 2.44, આજી-4માં 5.62, રંગમતી ડેમમાં 0.30, ઉંડ-1માં 11.22, કંકાવટી ડેમમાં 3.83, ઉંડ-2 ડેમમાં 0.01, વોડીસંગ ડેમમાં 40.65, ફુલઝર (કોટડા બાવીસી) ડેમમાં 9.57, રૂપારેલ ડેમમાં 2.57, બાલંભડી ડેમમાં 36.73, ઉમિયા સાગર ડેમમાં 28.23, વાગડીયા ડેમમાં 43.26 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

જયારે રૂપાવટી,સસોઇ-2 અને વનાણા ડેમ ખાલી થઇ ગયા છે. પાણીના જથ્થાની એમસીએફટી પ્રમાણમાં વાત કરવામાં આવે તો સસોઇમાં 177, ફૂલઝરમાં 168, વિજરખીમાં 131, રણજીત સાગરમાં 389, ઉંડ-1માં 261,બાલંભડીમાં 126 એમસીએફટી જથ્થો ઉપલબ્ધ છે. આ ડેમ પૈકી સસોઇ, રણજીત સાગર અને ઉંડ જામનગર શહેરની જીવાદોરી છે. હાલ આ ત્રણેય ડેમમાંથી જામનગર શહેરમાં પાણીનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ તમામ ડેમની સ્થિતિ આવતા બે મહિનામાં તળિયા ઝાટક થઇ જશે તંત્ર કહી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.