Abtak Media Google News

ભૂકંપનો પહેલો આંચકો 4:10 મિનિટે, બીજો 4:23 મિનિટે અને ત્રીજો 4:25 મિનિટે આવ્યો હતો. : હાલ કોઈ જાનહાની નહીં

રાજસ્થાનના જયપુરમાં આજે 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીની વેબસાઈટ અનુસાર, ભૂકંપ સવારે 4:10 કલાકે આવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે જાનહાનિ અથવા સંપત્તિના નુકસાન અંગે તાત્કાલિક કોઈ માહિતી મળી નથી. એક કલાકમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પહેલો આંચકો 4:10 મિનિટે, બીજો 4:23 મિનિટે અને ત્રીજો 4:25 મિનિટે આવ્યો હતો. બીજી બાજુ મણિપુરના ઉખરુલમાં સવારે 5:01 વાગ્યે 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Advertisement

જયપુરમાં ભૂકંપના આંચકાના કારણે ઘરોમાં સૂતેલા લોકોની ઊંઘ અચાનક ઉડી ગઈ હતી. શહેરની કોલોનીઓના બિલ્ડીંગોમાં રહેતા રહીશો બહાર દોડી આવ્યા હતા. દરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ દોડતો જોવા મળ્યો હતો. ભૂકંપની તીવ્રતા ખૂબ વધારે હતી જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર રાજધાની જયપુર હતું. જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી, પરંતુ ભૂકંપનો પહેલો આંચકો ખૂબ જ જોરદાર હતો, જેના પછી દરેક લોકો પોતાના ઘર છોડીને ભાગતા જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.