Abtak Media Google News

સૌરાષ્ટ્રભરમાં સંતો મહંતો ધર્મગુરૂઓના સાનિઘ્યમાં સામાજીક રાજકીય આગેવાનોએ કલા સાહિત્યનો લીધો લ્હાવો

ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના ધર્મ યજ્ઞમાં દાતાઓએ મન મુકી સખાવત કરી

રાજકોટ ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય લાખા સાગઠિયાએ લોકડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ લોકડાયરામાં ઢગલા મોઢે રૂપિયા ઉડ્યા હતા. તેમજ લોકોએ એકસાથે પોતાના મોબાઈલની ફ્લેશલાઈટ કરી અદભૂત દૃશ્ય સર્જ્યું હતું.

લાખા સાગઠિયાએ લોધિકા, કોટડાસાંગણી અને રાજકોટ પંથકની ગૌશાળાના લાભાર્થે લોકડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં કલાકાર તરીકે કિંજલ દવે, રાજભા ગઢવી અને ધીરૂભાઈ સરવૈયાએ લોકગીતો, સાહિત્યરસ અને હાસ્યરસ પીરસીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કિંજલ દવે અને રાજભા ગઢવી લોકગીતો લલકારતા લોકો મન મુકીને વરસ્યા હતા અને ઢગલા મોઢે રૂપિયા ઉડાડ્યા હતા.

આ લોકડાયરામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ કલાકારોએ પણ લાખા સાગઠિયા પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. સૌરાષ્ટ્રની પરંપરા પ્રમાણે લોકડાયરામાં રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા.

બાપાસીતારામ ચોક મવડી રાજકોટ ખાતે આ ભવ્ય લોકડાયરામાં  રાજકોટ લોધીકા તેમજ કોટડાસાંગાણી તેમજ રાજકોટ શહેર ની જનતાને સુપ્રસિધ્ધ કલાકાર રાજભા ગઢવી  સુપ્રસિધ્ધ લોકપ્રિય ગાયક તેવા કિંજલ દવે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકસાહિત્ય તેમજ હાસ્ય સમ્રાટ ધીરૂભાઈ સરવૈયા સહિતના તમામ કલાકારો  લોકોને ડોલાવ્યા આ ભવ્ય કસુંબલ લોકડાયરામાં  હજારોની સંખ્યામાં માનમેદની  ઉમટી પડેલ  આ ભવ્ય કંસુબ લોકડાયરા માં સંત પરમ પૂજય ભક્તિસ્વામીજી મંહત  સનાતન આશ્રમ – ખીરસરા, પરમ પૂજય ગોરઘનદાસબાપુ  – બાંદ્રા શ્રી1008 મહામંડલેશ્વર, ગુજરાત રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી, ગુજરાત સરકારના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ  ડો.ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ, રાજકોટના મેયર  ડો.પ્રદીપભાઈ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટના પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન  જયેશભાઇ બોઘરા, રાજકોટ જીલ્લાના મહામંત્રી મનસુખભાઈ રામાણી સહીતના આગેવાનો ઉ5સ્થિતિમાં હજારોની મેદનીએ મોડી રાત સુધી ડાયરો માળ્યો હતો.

દાનનો ધોધ સ્ટેજ પર નોટોની ચાદર

આ લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પગ મુકવાની પણ જગ્યા ન મળે તે રીતે હકડઠઠ્ઠ જનમેદની એકઠી થઈ હતી. તેમજ લોકોએ રૂપિયાના બંડલો ઉડાડતા સ્ટેજ પર રૂપિયાની નોટોની ચાદર પથરાઇ ગઈ હતી. તેમજ સ્ટેજ નીચે પણ કોથળા મોઢે રૂપિયાની નોટો પથરાઇ ગઈ હતી. આ તમામ રૂપિયા લોધિકા, કોટડાસાંગણી અને રાજકોટ પંથકની ગૌશાળાના લાભાર્થે વાપરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.