રાજકોટ: મવડીમાં સ્માર્ટ ઘર-૨ની 33 દુકાનોની 15મીએ હરરાજી

૧૭.૯૪ ચો.મી.થી ૧૮.૩૧ ચો.મી.ની દુકાનની અપસેટ કિંમત રૂ.૧૨.૯૦ થી ૧૩.૮૦ લાખ

અબતક, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મવડી વિસ્તારમાં બનાવવામાં આવેલ શ્રી સીતાજી ટાઉનશીપ (સ્માર્ટઘર-૨)ની પ્રથમ માળની ૧૧ તથા બીજા માળની ૨૨ મળી કુલ ૩૩ દુકાનોની હરરાજી આગામી ૧૫મી સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવી છે.

આ દુકાનો ૧૭.૯૪ ચો.મી. થી ૧૮.૩૧ ચો.મી. સુધીની દુકાનો છે. દુકાનોની અપસેટ કીંમત રૂ.૧૨.૯૦ લાખથી રૂ.૧૩.૮૦ લાખ સુધીની છે. ૧૫મીએ સવારે ૯:૦૦ કલાકે શ્રી સીતા ટાઉનશીપ, શ્યામલ સ્કાય લાઇફની સામેની શેરીમાં, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ, મવડી ખાતે હરાજી યોજાશે.

હરરાજીમાં ભાગ લેનાર ઈસમે સ્થળ પર રૂ.૧,૦૦,૦૦૦/-  રૂપિયા એક લાખ પુરા રોકડા અથવા રાજકોટ મહાનગરપાલિકાના નામના ડીમાન્ડ ડ્રાફ્ટથી ડીપોઝીટ તરીકે ભરવાના રહેશે. ડીપોઝીટ ભરનાર ઈસમ જ હરરાજીમાં ભાગ લઈ શકશે. દુકાનોની અપસેટ કિંમત અને હરરાજીની શરતો વેબસાઈટ www.rmc.gov.in  પરથી તેમજ એસ્ટેટ વિભાગ, રૂમ નં.૧૦, ત્રીજો માળ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ (ફોન.૦૨૮૧-૨૨૨૨૫૪૦) ખાતેથી રૂબરૂ મળી શકશે.