કલેકટરનું માનવતાવાદી પગલું: ૩૦ દિવ્યાંગ બાળકોને ચોકલેટ આપી આધારકાર્ડ કઢાવી આપ્યું

અબતક, રાજકોટ

જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુએ આજે ગંભીર શારીરિક ખોટ ધરાવતા દિવ્યાંગ બાળકોને ચોકલેટ આપીને તેમના આધારકાર્ડ કઢાવી આવ્યા હતા. આ બાળકોને કોઈ તકલીફ ન પડે તે માટે કલેકટર પોતે જન સેવા કેન્દ્રમાં હાજર રહ્યા હતા.

દિવ્યાંગ બાળકોને આધારકાર્ડ કઢાવવા બાબતે પ્રયાગ ચેરી.ટ્રસ્ટના પૂજાબેન પટેલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જે રજુઆત સ્વીકારીને જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ કલેકટર કચેરી ખાતે સ્તિ જન સેવા કેન્દ્રમાં દિવ્યાંગ બાળકો માટે આજે કેમ્પ ગોઠવ્યો હતો. જેમાં ૩૦ જેટલા દિવ્યાંગ બાળકોને તેના વાલીઓ લાવ્યા હતા. આ વેળાએ પૂજાબેન પટેલ તેમજ રામકૃષ્ણ આશ્રમના સંતોની પણ ઉપસ્તિી રહી હતી.

આ વેળાએ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ પોતે પણ જન સેવા કેન્દ્રમાં હાજર રહ્યા હતા. તેઓએ દિવ્યાંગ બાળકોને ચોકલેટ અને બિસ્કિટની ભેટ પણ આપી હતી. સો દિવ્યાંગ બાળકોને કોઈ તકલીફ ન પડે તે માટે તેઓએ રૂબરૂ હાજર રહી વિશેષ તકેદારી રાખી હતી.