Abtak Media Google News

રાજકોટના ચૌધરી હાઇસ્કૂલ નજીક આવેલી જિલ્લા બેન્કમાં આગ લાગી હતી. બેંકના ચોથા માળે અચાનક આગ લાગતા ધૂમાડા નીકળ્યા હતા. ઘટનાને લઇ 2 ફાયર ફાઇટર સહિતની ટીમ પહોંચી હતી. અેસીમાં શોર્ટસર્કીટ થતા આગ લાગી હતી.

ચાલુ બેંકે આગ લાગતા સ્ટાફમાં ગભરાટ

ચાલુ દિવસ હોવાથી અચનાક આગ લાગતા સ્ટાફમાં ગભરાટ જોવા મળ્યો હતો અને સૌ કોઇ બેંકની બહાર નીકળી ગયા હતા. જો કે થોડીવારમા બેંકની આગમાં કાબુ આવ્યો હતો. ઉનાળાને લઇ એસીમાં કોઇ વાયરમાં શોર્ટ થયો હોય ને આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે તાકીદે ચેરમેન જયેશ રાદડિયાને જાણ કરવામા આવી હતી અને ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.