રાજકોટ: દૂધસાગર રોડ પર આવાસ યોજનાના ક્વાર્ટરમાંથી ગાંજા સાથે શખ્સ ઝડપાયો

1.070 ગ્રામ ગાંજો અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરતી એસઓજી

શહેરના દૂધસાગર રોડ પર આવેલા આવાસ ક્વાર્ટરમાંથી એસઓજી સ્ટાફે દરોડો પાડી 1.070 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. એસઓજી સ્ટાફે ગાંજો અને મોબાઇલ સાથે એક શખ્સને દબોચી લીધો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એસઓજી પીઆઇ જે.ડી.ઝાલા, પીએસઆઇ ડી.બી.ખેર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એએસઆઇ રવિભાઇ વાંકને મળેલી બાતમીના આધારે દૂધસાગર રોડ પર આવેલા આવાસ ક્વાર્ટરમાં દરોડો પાડ્યો હતો.

એસઓજી સ્ટાફે દરોડો પાડી આવાસ ક્વાર્ટરમાં રહેતા શાહરૂખ મહમંદ માજોઠી (ઉ.વ.27)ને રૂા.10,700ની કિંમતના 1.070 ગ્રામ ગાંજા સાથે પોલીસે દબોચી લીધો હતો. પોલીસે ગાંજો અને મોબાઇલ સહિતનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો. એસઓજી પોલીસે 1.070 ગ્રામ ગાંજા સાથે ઝડપેલા શાહરૂખ માજોડી ક્યાંથી અને કેવી રીતે ગાંજાનો જથ્થો લાવ્યા તે અંગેની તપાસ હાથધરી છે.