Abtak Media Google News

ઝુંપડપટ્ટીના બાળકોનાં લાભાર્થે 108 ફોટોગ્રાફરોએ કરેલી કિલકનું અદભૂત પ્રદર્શન કમ સેલનું આયોજન

ફોટોગ્રાફી ક્લબ ઓફ રાજકોટ દ્વારા તારીખ તા .24 થી 26 ડિસેમ્બર દરમ્યાન શ્યામ પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે ફરી વખત યોજી રહ્યું છે એક અનોખું પ્રદર્શન. ફોટોગ્રાફી ક્લબ રાજકોટ અને એમના સભ્યો વર્ષ દરમ્યાન વિવિધ પ્રકારની ફોટોગ્રાફી કરે છે તેમજ એકબીજા સાથે સુમેળ સાધી વિધાર્થી ભાવથી એકબીજાને આ કલા શીખવે છે. આ ગ્રુપના ફોટોગ્રાફીની કળામાં ઊડુ જ્ઞાન ધરાવતા શમશેર સિંઘ સૂચારીઆ , નીરવ રાવલ, તપન શેઠ ડો.વિમલ હેમાણી, નીરવ મહેતા, બાબુભાઈ કુંજુ વગેરે ખૂબ જ મહેનત અને ખંતથી ફોટોગ્રાફીની દુનિયાના નવા નિશાળિયાઓને ફોટોગ્રાફી શીખવે છે અને વિવિધ પ્રકારની ફોટોગ્રાફી કરવાની તક આપતા હોવા અંગે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત  દરમિયાન જણાવ્યું હતુ.

Advertisement

આ ગ્રુપના અન્ય કાર્યરત સભ્યોમાં અભિષેક બગડા, વત્સલ કાપડિયા, રીધમ સરપદડીયા, કૌશલ શાહ, બિહારી સોની વગેરે ખૂબજ કુશળતા પૂર્વક ફોટોગ્રાફી શીખી તેમજ શીખવાડી રહ્યા છે . 2021માં નાતાલ દરમ્યાન, ગત વર્ષની જેમ જ એક અનોખું એટલે કે 108 થી પણ વધુ સભ્યોના 275 થી પણ વધુ ફોટોગ્રાફસનું એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવાં જઈ રહ્યા છે. રંગીલા રાજકોટ ને આવો નજારો આ વર્ષે પણ જોવા મળશે આ પ્રદર્શન સવારે  10 થી રાત્રે 10 સુધી ખૂલ્લુ રહેશે. જેમાં રાજકોટ સહિત દેશ વિદેશના નેચર, વાઈલ્ડ લાઈફ, સ્ક્રીટ, પોરટ્રેટ, ટ્રાવેલ, જંગલ ઝરણા વગેરે ફોટોગ્રાફીનો સમાવેશ છે.તેમ પણ ઉમેર્યું હતુ.

આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન  ઝુંપડપટ્ટીનાં નાના નાના ભૂલકાઓ દ્વારા કરવામાં આવશે . નોંધનીય બાબત એ છે કે, આ એક્ઝિબિશન કમ સેલનું જે આવક થશે તેનો ઉપયોગ ઝૂંપડપટ્ટીનાં બાળકોના અભ્યાસ માટે કરવાનો નિર્ણય લીધેલ છે . આ એક્ઝિબિશન ને માણવા તેમજ મનપસંદ ફોટોગ્રાફસ ખરીદી કરવા ફોટોગ્રાફી ક્લબ ઓફ રાજકોટ દ્વારા  આહવાન કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.