રાજકોટ: બી-ડિવિઝન પોલીસ મથકના ASI અમૃતભાઈ રાઠોડનું નિધન: ગાર્ડ ઓફ ઓનર અપાયું

0
38

શહેરના બી-ડિવિઝન પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા અને રામનાથપરા પોલીસલાઈનમાં રહેતા અમૃતભાઈ માયાભાઈ રાઠોડ (ઉ.વ.47)નું અવસાન થતાં પુરા પોલીસબેડામાં શોકનો માહૌલ છવાયો છે. પોતાના મળતીયા સ્વભાવ અને ભલા માણસની છાપ ધરાવતા અમૃતભાઈ રાઠોડના નિધન બાદ તેમણે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

એએસઆઈ અમૃતભાઈ રાઠોડ 23મી મે 2016ના બદલી મેળવીને બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ પર હાજર થયા હતા. ત્યાર બાદ 6 માસના સમયગાળામાં જ તેમને એએસઆઇ તરીકે બઢતી પણ મળી હતી. પોતાના મળતીયા સ્વભાવ અને ભલી માનસાઈના કારણે અમૃતભાઈ લોકોમાં એક અલગ જ ઓળખાણ ધરાવતા હતા. થોડા દિવસ પહેલા અમૃતભાઈની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ તેમને સારવાર કારગત ન નિવડતા ગઈ કાલે અમૃતભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. જેથી પોલીસ હેડક્વાર્ટર ખાતે અમૃતભાઈની ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here