Abtak Media Google News

ચાર શખ્સોએ છરી ઝીકી દેતા બંને ભાઈઓ ઘવાયા

શહેરમાં કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાસે મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા બે ભાઈઓ પર ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં રહેતા નદીમ હબીબભાઈ બેલીમ (ઉ.વ.૨૦) અને તેના મોટા ભાઈ આસીફ બેલીમ (ઉ.વ.૨૩) પર કરણ પ્રતાપ, દિવું બોરીચા અને અન્ય બે અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરતા બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત હોસ્પિટલ દોડી ગઈ હતી. જ્યાં નદીમ બેલીમે પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ નદીમ અને અશિફના મિત્ર ભગવતસિંહ સાથે કરણ પ્રતાપ અને દિવું બોરીચાને ઝઘડો ચાલતો હોય જેમાં આસીફ અને નદીમ વચ્ચે પડ્યા હતા.

ત્યાર બાદ કરણ અને દિવુએ નદીમને કોલ કરી આત્મીય કોલેજ પાસે સ્વિમિંગ પુલ નજીક સમાધાન અર્થે બોલાવ્યા હતા. પરંતુ નદીમ અને આસીફ સમાધાન માટે જતા કરણ પ્રતાપ, દિવું બોરીચા અને અન્ય બે અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.