Abtak Media Google News
  • સેશન્સ જજ દ્વારાની કમિટીના સભ્ય તરીકે વધુ બે રાજીનામા આપતા  સંજયભાઈ  વ્યાસ, પરેશભઈ મારૂ ,  કમિટીની કાર્યવાહીથી  અંદરો અંદર મન દુ:ખ ઉત્પન્ન  થવાનો પ્રયાસ  થશે: બાર એસો.

રાજકોટ શહેરના  નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગમાં વકીલોની ટેબલ ફાળવણી  સહિતની  સુવિધા અંગેની  કાર્યવાહી કરવા  બાર એશો. દ્વારા મળેલી અસાધારણ સભામાં બારના હોદેદારો સાથે રહીને સીનીયરો વકીલોની કમીટીની રચના કરવામા આવી હતી.  બાદ  ડીસ્ટ્રીકટ જજ દ્વારા આદેશની  બાર એશો.ને બજવણી કરવામાં આવી હતી. જે કચેરી આદેશમા જણાવેલ કમીટી મેમ્બરમા જે વકીલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે સભ્ય વકીલની અસાધારણ સભામા   બાર એશો. દ્વારા સર્વાનુમતે નીમવામાં આવેલી કમીટી સમાવેશ કરવામાં આવ્યો હતો.  નિમાયેલા સભ્ય વકીલોએ તે સબંધે સંમતી આપી હતી. ત્યારે તે સંજોગોમા  ડીસ્ટ્રીકટ જજએ કચેરી આદેશમા દર્શાવેલ કમીટીના સભ્યોની નીમણુક  બાર એશો.ની જાણ બહાર કે વિશ્વાસમા લીધા વગર કરેલ હોય તે સંજોગોમા  ડીસ્ટ્રીકટ જજ દ્વારા  નીમવામાં આવેલી કમીટી  બાર એશો. ને માન્ય નથી અને બંધનકર્તા નથી એવુ રાજકોટ બાર એસોસિએશન દ્વારા સર્વાનુમતે ઠરાવવામા આવેલું છે તે દરમ્યાન   સેશન્સ જજ  દ્વારા નીમેલ કમીટીના સભ્ય વકીલ સંજયભાઈ જે. વ્યાસ, પરેશભઈ બી. મારૂ, દિલીપભાઈ એમ. મહેતા અને અતુલભાઈ જોષીએ  ડીસ્ટ્રીકટ જજ દ્વારા નીમેલી કમીટીમાથી રાજીનામા ધરી દીધા છે.

જેની નકલો રાજકોટ બાર એશો.ને આપવામાં આવી છે. ઉપરોકત સંબધે  ડીસ્ટ્રીકટ  જજ દ્વારા નીમેલ કમીટીમા બાકી રહેલા સભ્યોને  બાર એશો. કોઈપણ પ્રકારની કાર્યવાહીની સતા, હકકો કે અધીકારો આપતુ નથી.  ડીસ્ટ્રીકટ  જજ દ્વારા નિમવામાં આવેલી કમિટીની કાર્યવાહી  બાર એશો.ના સભ્યો વચ્ચે અંદરો અંદર વૈમનસ્ય, રાગદ્રેષ, તકરાર અને મન દુ:ખ ઉત્પન્ન કરનાર અને  બાર એશો.ને નીચુ દેખાડવાનો હીન કક્ષાનો પ્રયાસ હોવાનો  બાર એશો. ની કમીટી તથા નીમવામા આવેલ સીનીયર એડવોકેટની કમીટી ઠરાવ કરી જણાવ્યું છે. અને  ડીસ્ટ્રીકટ જજના કચેરી આદેશને રાજકોટ બાર એશો. સખ્ત શબ્દોમા વખોડી કાઢે છે અને રાજકોટ બાર એશો.ના અપમાન, માંગણીઓ, વિવિધ પ્રશ્નો અને અગવડતાઓ સંદર્ભે તા.4/3/2024 ને સોમવારના રોજ સજજડ તમામ પકારની કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહી સજ્જડ હડતાલ અને તા.9/3/2024 ના રોજ યોજાનાર લોક અદાલતનો બહીષ્કાર કરવાનુ સર્વાનુમતે ઠરાવવામા આવ્યું છે.  જેમા રાજકોટ બાર એશોના પ્રમુખ બકુલભાઈ વી. રાજાણી, ઉપ પ્રમુખ સુરેશભાઈ આર. ફળદુ, સેક્રેટરી પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્રભાઈ ગોંડલીયા, ટ્રેઝરર આર.ડી.ઝાલા, લાયબ્રેરી સેક્રેટરી  મેહુલભાઈ મહેતા, મહીલા કારોબારી સભ્ય  રેખાબેન લીંબાસીયા, કારોબારી સભ્યો અજયભાઈ પીપળીયા, કૌશલભાઈ વ્યાસ, ભાવેશભાઈ રંગાણી, અમીતભાઈ વેકરીયા, નિકુંજ શુકલ, પીયુષભાઈ સખીયા, અજયસિંહ ચૌહાણ, રણજીત મકવાણા, હીરલબેન જોષી, કમીટી મેમ્બર  લલીતસિંહ જે. શાહી, દિલીપભાઈ કે.પટેલ, સંજયભાઈ જે. વ્યાસ, ગીરીશભાઈ ભટ્ટ, જયદેવભાઈ જી.શુકલ, જનકભાઈ આર. પંડયા, કેતનભાઈ ડી. શાહ, શ્યામલભાઈ એમ. સોનપાલ, યોગેશભાઈ એ. ઉદાણી અને ગીરીરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

જજની કમિટીમાંથી રાજીનામા આપનાર ચારેય વકીલોનો આભાર માનતું બાર. એસો.

વકીલોના ટેબલોના મુદ્દે બાર અને બેંચની ડીસ્ટ્રીકટ જજ દ્વારા બનાવેલ કમિટીમાંથી ચાર વકીલો દીલીપ મહેતા, અતુલ જોશી, સંજય વ્યાસ અને પરેશ મારૂએ રાજીનામું આપી દેતા રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી દ્વારા રાજકોટ બાર એસો. સાથે રહેવા બદલ આ ચારેયનો આભાર માની આ ચારેથી વકીલોના નામ જોગ બાર એસો. દ્વારા આભાર પત્ર આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.