Abtak Media Google News
  • પદવીદાન સમારંભમાં 14 વિદ્યા શાખાના 43959 દિક્ષાર્થીઓને પદવી એનાયત કરાશે
  • રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફૂલ્લ પાનસેરિયા વિદ્યાર્થીઓને આર્શિવચન પાઠવશે
  • 14 વિદ્યાશાખાના 122 વિદ્યાર્થીઓને 141 ગોલ્ડ મેડલ તેમજ 149 વિદ્યાર્થીઓને 234 પ્રાઇઝ અર્પણ કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 58મો પદવીદાન સમારંભ આગામી તા.10 માર્ચના રોજ સવારે 11:00 ક્લાકે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને, ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ખાસ ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 43959 દિક્ષાર્થીઓને પદવીઓ તથા 141 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે.

Screenshot 1 1

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

58 મા પદવીદાન સમારોહમાં કુલ 14 વિદ્યાશાખાના 122 વિદ્યાર્થીઓને કુલ 141 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. જેમાં દાતાઓ તરફથી કુલ 65 ગોલ્ડમેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 76 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. દાતાઓ તરફથી કુલ 110 પ્રાઈઝ અને સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટી ત2ફથી કુલ 124 પ્રાઈઝ મળીને 234 પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવશે.

આ પદવીદાન સમારોહમાં ગોલ્ડમેડલ મેળવનાર કુલ 122 દિક્ષાર્થીઓમાં 44 વિદ્યાર્થીઓ તથા 97 વિદ્યાર્થીનીઓ મળીને કુલ 141 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે.જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થીની સાતા યશ્ર્વીને એમ.બી.બી.એસ. માં સૌથી વધુ 9 (નવ) ગોલ્ડમેડલ અને 11 (અગીયાર) પ્રાઈઝ, બી.વી. ધાણક કોલેજ, બગસરાની વિધાર્થીની કયાડા પરીખાને બી.એ. સંસ્કૃતમાં 03 (ત્રણ) ગોલ્ડમેડલ અને 08 (આઠ) પ્રાઈઝ, એલ.ડી. ધાનાણી કોલેજ, અમરેલીના વિદ્યાર્થી બુટાણી રોમલભાઈને એલ.એલ.બી. માં 03 (ત્રણ) ગોલ્ડમેડલ અને 07 (સાત) પ્રાઈઝ એનાયત થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 58 મા પદવીદાન સમારોહમાં ગુજરાત રાજ્યની જુદી-જુદી યુનિવર્સિટીઓના કુલપતિઓ ઉપસ્થિત રહી સુવર્ણચંદ્રક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે.

પદવીદાન સમારોહના ગરીમાપૂર્ણ આયોજન માટે કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેના અધ્યક્ષસ્થાને ભવનોના અધ્યક્ષઓ તથા યુનિવર્સિટીના અધિકારીઓની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં પદવીદાન સમારોહના સુંદર આયોજન સંદર્ભે કુલપતિએ સૌને માર્ગદર્શન આપ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 58 મા પદવીદાન સમારોહની ભવ્ય સફળતા માટે જુદી-જુદી કમિટીઓની રચના કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 58 મા પદવીદાન સમારંભનું www.saurashtrauniversity.edu, Saurashtra University Youtube Page અને Facebook Page પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 58 મા ગરીમાપૂર્ણ પદવીદાન સમારંભમાં પદવી મેળવનાર તથા તમામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા સંબંધકર્તાઓએ પદવીદાન સમારંભના લાઈવ પ્રસારણનો લાભ લેવા અનુરોધ છે.

ગરીમાપૂર્ણ 58 મા પદવીદાન સમારોહને સફળ બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવે તથા કુલસચિવ ડો.રમેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ પરીક્ષા નિયામક નીલેષભાઈ સોની, પરીક્ષા ડીગ્રી વિભાગ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પરિવારના સૌ કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.