Abtak Media Google News
  • શોની કાસ્ટ કપિલ શર્મા,અર્ચનાપૂરણ સિંઘ,ક્રિષ્ના,સુનિલ ગ્રોવર વંશ પંડ્યાની મિમિક્રી પર આફરીન
  • ઇન્સ્ટાગ્રામમાં 100Kથી વધુ ફોલોવર ધરાવતા વંશ પંડ્યાની લોક પ્રિયતામાં વધારો

રાજકોટ ન્યૂઝ : ભારત દેશનો સૌથી લોકપ્રિય કોમેડી શો ધ કપિલ શર્મા શો હવે નવા રંગરૂપ સાથે નેટફ્લિક્ષ પર આગામી 30 માર્ચના પ્રસ્તુત થવા જઈ રહ્યો છે.ત્યારે મુંબઈ ખાતે નેટફ્લિક્ષ ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોની પ્રિ-ઈવેન્ટ યોજવામાં આવી હતી.જેમાં ઇન્સ્ટાગ્રામના કોન્ટેન્ટ ક્રિએટર, સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર,કોન્ટેન્ટ ક્રિએટરને પ્રિ ઈવેન્ટમાં બોલાવવામાં આવ્યા હતા. આ તમામ સોશિયલ મીડિયાના કોન્ટેન્ટ ક્રિએટર વચ્ચે રાજકોટનો વંશ પંડ્યા અનોખી રીતે તરી આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Vansh pandya (@vanshpandya1827)


શોની કાસ્ટ કપિલ શર્મા,અર્ચનાપુરણસિંઘ, ક્રિષ્ના ,સુનિલ ગ્રોવર, કિકુ શર્મા સાથે ઇવેન્ટમાં પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી. જે અંતર્ગત ઇવેન્ટમાં વંશ પંડ્યાએ સુનિલ ગ્રોવર અને ક્રિષ્નાની મીમીક્રી કરી હતી. કપિલ શર્મા સહિતના તમામ સ્ટારકાસ્ટ વંશ પંડયાની મીમીક્રી પર આફરીન થયા હતા.સૌ કોઈને વંશ પંડ્યાની મીમીક્રી ખૂબ ગમી હતી.ઇવેન્ટ ખૂબ સારી રીતે યોજવામાં આવી હતી.સોશિયલ મીડિયાના દિગ્ગજો વચ્ચે કોન્ટેક્ટ ક્રિએટર વંશ પંડ્યાએ રાજકોટનો ડંકો વગાડ્યો હતો.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.