Abtak Media Google News

રાજ્યમાં વસતિની દ્રષ્ટિએ અમદાવાદઅને વડોદરા કરતાં રાજકોટ ઘણું નાનું છે. પરંતુ  રાજકોટ હવે ભૂમાફિયાઓનું ઘર બની ગયું છે. કારણ કે જમીન પચાવી પાડવામાં રાજકોટ રાજ્યમાં પ્રથમ સ્થાને છે. અમદાવાદથી ચાર ગણું નાનું હોવા છતાં સૌથી વધારે ભૂમાફિયા રાજકોટમાં છે. રાજકોટમાં સૌથી વધુ ભૂમાફિયા પડ્યાપાથર્યા જોવા મળે છે

સરકાર જમીન કબજે કરવા વિરોધી અધિનિયમને વધુ કડક બનાવવા 2020માં લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં મૂક્યો  છે, જેમાં અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ 1000 અરજી સામે રાજકોટમાં 800 જેટલી અરજી થઈ છે. એમાં 41 અરજીમાં જ FIR થઈ છે, આથી વિસ્તાર અને વસતિની દૃષ્ટિએ રાજ્યમાં સૌથી વધુ અરજી રાજકોટમાં થઈ હોવાનું સ્પષ્ટ થાય છે. રાજકોટમાં 250થી વધુ અરજીઓ હજુ પેન્ડિંગ છે. જ્યારે 480 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જો કે, બીજી બાજુ  ભૂમાફિયાઓને પોલીસ છાવરતી હોવાનો લોકોનો આક્ષેપ છે. નોંધનીય છે કે,  એમાંથી અમુક કિસ્સામાં હાઈકોર્ટે તંત્રને ઠપકો આપીને આરોપીને છોડી મૂક્યા છે. તાજેતરમાં જ હાઈકોર્ટે લેન્ડ ગ્રેબિંગ કેસમાં વહીવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં નહીં આવતી હોવાની ટકોર પણ કરી હતી.

Screenshot 4 10

ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ રાજ્યના ઘણા શહેરમાં જમીનો પચાવી પાડવા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે તત્કાલિન રાજ્યમાં ભૂમાફિયાઓને ડામવા લેન્ડગ્રેબિંગ એક્ટ બનાવ્યો. આ કાયદો 2020થી રાજ્યમાં અમલમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ આ કાયદો અમલમાં આવતા જ રાજકોટમાં અરજીઓનું  ઘોળાપુર આવ્યું છે. જો કે, ભૂમાફિયાઓના ડરથી અમુક લોકો અરજી કરતા પણ ડરી રહ્યાં છે. પરંતુ જો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તો રાજકોટ જિલ્લામાં ઢગલાબંધ અરજીઓ નોંધાય  તેમ છે.

3 જાન્યુઆરી 2021ના રોજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ ગુનો દાખલ કરાયો હતો. જેમાં 4 આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો. ગજેન્દ્ર સાંગાણીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ 2001માં 40 વિઘા જમીન વેચવા કાઢી હતી. પરંતુ 2004 સુધી આરોપીઓએ જમીનના નાણાં આપ્યા  હતા. . કારણ કે આરોપીઓએ જમીન પચાવી પાડવાના પ્રયાસ કર્યા હતાં. આથી રમેશ, કમલેશ અને નરેશ સિંધવ નામના 3 ભાઇઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાયો હતો. આ સાથે ગોંડલ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર કર્મી ધીરુ ગમારા સામે પણ ગુનો દાખલ થયો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.