Abtak Media Google News
  • મગરમચ્છને પકડવા નાની માછલીઓને છૂટી
  • રીઓપેનની નોટિસોના નિકાલ માટે 30 દિવસ અથવા 2 જુન સુધીમાં કાર્યવાહી પૂર્ણ કરવી: CBDT

નાના કરદાતાઓ માટે રાહતમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) મૂજબ, આવક આકારણી કરવા માંથી બચી રહી હોય અને તેનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હોય તો આકારણી વર્ષ 2014-15, 2015-16 અને 2016-17 માટે કોઈ રી ઓપન માટે નોટિસ જા રી કરવામાં આવશે નહીં, જેનું સંપત્તિનું સ્વરૂપ ₹50 લાખથી ઓછું હતું.

Advertisement

સર્વોચ્ચ અદાલતે બંધારણની કલમ 142 હેઠળ તેની અસાધારણ સત્તાઓનો ઉપયોગ કરીને 31 માર્ચ, 2021 પછી છ વર્ષ પહેલાંની આકારણીઓ ફરીથી ખોલવા માટે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી તમામ પુન: આકારણી નોટિસને સમર્થન આપ્યું હતું.

વર્ષ 2016-17 અને 2017-18, જ્યાં કલમ 148 હેઠળ નોટિસ જારી કરવાની સમયરેખા ત્રણ વર્ષના સમયગાળામાં આવે છે, ટેક્સ અધિકારીઓ કારણ બતાવો નોટિસ જારી કરશે અને કરદાતાઓના કેસ રી ઓપન શરૂ કરવા માટે સામગ્રી અથવા માહિતી પ્રદાન કરશે તેમજ 30 દિવસની અંદર અથવા 2 જૂન સુધીમાં કાર્યવાહી કરવાનું કહ્યું છે;કરદાતાઓને આવી કારણ બતાવો નોટિસનો જવાબ આપવા માટે બે અઠવાડિયા મળશે, અને સમયરેખા લંબાવવાની વિનંતી પણ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.