Abtak Media Google News
  • ઉમેદવાર માત્ર નહીં ઉમ્મીદ શિર્ષક અંતર્ગત
  • પરસોતમ રૂપાલા સાથે વિવિધ ક્ષેત્રના પ્રબુધ્ધ નાગરિકોનું મિલન

રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય પશુપાલન મંત્રી  પુરુષોત્તમ .રૂપાલા સાથે ઉમેદવાર માત્ર નહીં ઉમ્મીદ શીર્ષક અંતર્ગત રાજકોટના વિવિધ ક્ષેત્રમાં કાર્યરત  અગ્રણી નાગરિકો સાથે મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું

Advertisement

રાજકોટના શૈક્ષણિક સામાજિક રાજનૈતિક ક્ષેત્રના અભ્યાસુઓ વરિષ્ઠ પત્રકારો તેમજ વિવિધ વ્યવસાય ના અગ્રણીઓ ને એક મંચ પર લાવી અને લોકનિયોજન ની સંકલ્પના સાથેના આ આયોજન નું વરિષ્ઠ શિક્ષણવિદ્ અને પ્રધાનમંત્રી ભારત સરકારના સભ્ય પ્રો. કમલેશ જોષીપુરા, પૂર્વ કેબિનેટ પ્રધાન  ઉમેશ રાજ્યગુરુ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડોક્ટર કલ્પક ત્રિવેદી તેમજ પ્રો. ભરત રામાનુજ અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર   પુરુષોત્તમ રૂપાલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કાર્યકર્તા તરીકેનું મારું જે ઘડતર થયું છે તેમાં સંગઠનના વડીલોનો સિંહ ફાળો છે અને સાથોસાથ વિચાર બીજ માંથી પક્ષ આજે સમગ્ર દેશમાં વટવવૃક્ષ બન્યો છે એમાં સમર્પિત કાર્યકર્તાઓ નો પરિશ્રમ પાયામાં પડેલો છે કોઈપણ પ્રકારની અપેક્ષા વગર સતત અને અવિરત પણે વૈચારિક પ્રતિબદ્ધતા સાથે કાર્યરત કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ મોટી અસ્ક્યામત છે. શ્રી નરેન્દ્ર મોદીજી ના 10 વર્ષના શાસન દરમિયાન અનુચ્છેદ 370 ની નાબૂદી, ભવ્ય અને દિવ્ય રામ મંદિરની પુન: પ્રાણ પ્રતિષ્ઠા, પાડોશી દેશોમાં વસ્તી લઘુમતીઓને નાગરિકત્વ સહિત અનેક વચનોની પૂર્તિ થઈ છે સાથોસાથ  વિકાસલક્ષી વહીવટી તંત્ર અને પ્રજા માટે અત્યંત કલ્યાણકારી એવી યોજનાઓના પ્રત્યક્ષ અમલીકરણ દ્વારા સાચા અર્થમાં કલ્યાણ રાજ્યની સંકલ્પના સાકાર થતી જોવા મળે છે ત્યારે આગામી સમયની અંદર અમૃત કાળ દરમિયાન ભારત વિશ્વ ગુરુના સ્થાન ઉપર નિશ્ચિત રીતે બિરાજમાન થશે તેવી આપણી વર્ષોની સંકલ્પના અવશ્ય સાકાર થશે. ભારત દેશની ભવ્ય વિરાસત અને પ્રાચીન વારસાને જાળવવા અર્થે ની સંકલ્પના ની સાથોસાથ વર્તમાનમાં વૈશ્વિક પડકારોને ઝીલવા માટેની સંકલ્પના સાથે  ની મજબૂત કાર્યશક્તિને કારણે શ્રી નરેન્દ્ર મોદીજીનું નેતૃત્વ આજે વૈશ્વિક સ્તરે પણ સ્વીકૃતિ પામ્યું છે.

પુરુષોત્તમ રૂપાલા એ જનસંઘ સમયથી કાર્યરત અનેક વડીલોની હાજરી અને સાથોસાથ વર્તમાનમાં વિવિધ ક્ષેત્રમાં નેતૃત્વ કરી રહેલ તેજસ્વી અગ્રણીઓની ઉપસ્થિતિથી ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરી અને   કમલેશ જોશીપુરા અને  ઉમેશ રાજ્યગુરુને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રબુદ્ધ નાગરિકોના આ મિલન સમારોહની અંદર એક ખૂબ જ મહત્વપૂર્ણ સંકલ્પના કરવામાં આવી હતી અને તે મુજબ પ્રત્યેક નાગરિક પોતાના વર્તુળની બેઠક નાના વર્તુળમાં રાખી એ વર્તુળના માધ્યમથી સમગ્ર મહાનગરમાં ચેઇન ની બેઠક ના  માધ્યમથી વધુને વધુ મતદાન થાય તે અર્થે સક્રિય થશે અને નાની નાની બેઠકોના માધ્યમથી જાગૃતિ લાવવામાં આવશે તે પ્રકારનો સંકલ્પ કરવામાં આવ્યો હતો, આ ઉપરાંત આગામી સમયમાં વિશાળ પાયા ઉપર પ્રબુદ્ધ નાગરિક મિલન ના આયોજન માટેની પણ જાહેરાત કરવામાં આવી હતી.

રાજકોટના પ્રથમ મહિલા મેયર અને અખિલ હિન્દ મહિલા પરિષદ રાજકોટના પ્રમુખ વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રીમતી ભાવનાબેન જોષીપુરાની આગેવાની હેઠળ રાજકોટના વિવિધ ક્ષેત્રમાં કાર્યરત બહેનોએ આ  બેઠક માં ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

પુરુષોત્તમ રૂપાલા ની સાથે સંસદ સભ્ય શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ તથા દર્શિતાબેન શાહ તેમજ મહામંત્રી શ્રી માધવ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનીમાં વરિષ્ઠ અગ્રણી  માવજીભાઈ ડોડીયા નેહલભાઈ શુક્લ ખીમાભાઇ મકવાણા, ફુલછાબના મેનેજર નરેન્દ્ર ભાઇ જીબા કરણાભાઈ માલધારી મુરલીભાઇ દવે, બીપીનભાઈ અઢિયા સંઘ અગ્રણી  પ્રવીણભાઈ ધોળકિયા લોધા સમાજના  ઉમેદ સિંહ ઝરીયા , ગુજરાત અધીવકતા પરિષદના પ્રમુખ   પ્રશાંત જોશી, પટેલ સેવા સમાજના ટ્રસ્ટી ડોક્ટર રમેશભાઈ ઘોડાસરા, પ્રિ સહદેવસિંહ ઝાલા પ્રિ ફાલ્ગુનીબેન શાસ્ત્રી, પ્રિ જ્યોતિ રાજ્યગુરુ ગઢવી સમાજના  રામભાઈ જામંગ, વરિષ્ઠ તબીબ   વિભાકરભાઈ વછરાજાની શિખર સમુદાયના   હરિસિંહ સુચારીયા, સરદાર દયાળસિંગજી,જૈનમ ગ્રુપના સંવાહક જયેશ મહેતા, શૈલેષભાઈ જાની , માર્કેટિંગ યાર્ડના અગ્રણી  બાલાભાઈ પોપટ , સિંધી સમાજના યુવા અગ્રણી  રાજુભાઈ ઉદાણી ગંભીર સિંહ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં રેલવે યુનિયનના પ્રણી  રાજેશભાઈ મહેતા, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના અગ્રણી   દિપેશભાઈ બક્ષી, મહિલા અગ્રણી પ્રવિણાબેન જોશી  રાજ્ય કર્મચારી મંડળના વરિષ્ઠ મોભી  ગૌતમભાઈ બુલચંદાણી, કમલેશભાઈ રાઠોડ   જાગાણી, પીજીવીસીએલ યુનિયનના આગ્રણી  પૃથ્વીસિંહ જાડેજા, રેલ નગર તબીબે એસોસિએશનના અગ્રણી  પુલકિતભાઈ બક્ષી વરિષ્ઠ ડેન્ટિસ્ટ  પુરોહિત, હવેલી મિત્ર મંડળના   બીપીનભાઈ તેમજ  જીગ્નેશભાઈ વોરા, જેપી ધામેચા , યુનિવર્સિટીના અધિકારી ધામેચા અર્થશાસ્ત્ર ભવનના    સંજય પંડ્યા    ભરત મણીયાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વ   રાજેશભાઈ દવે, એ એચ ચૌહાણ, નિર્મલસિંહ હેરમાં, ચિરાગભાઈ ચૌહાણ સમ્રાટભાઈ ઉપાધ્યાય પૂર્વીબેન સોનેજી લલિતભાઈ હુડકા , કુસુમબેન ઠાકોર પારુલ બેન પંડ્યા લીલાબેન મેપાણી પૂનમબેન વ્યાસ ભાઈ શંકરભાઈ ઠાકર સહિતની ટીમે સુંદર આયોજન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.