Abtak Media Google News

પ્રદુષણ ઘટાડવા માટે મહાપાલિકા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે હવે જો કોઈ શહેરીજન ઈ-વ્હીકલની ખરીદી કરશે તો તેને 5000 હજારની સબસીડી આપવામાં આવશે તેવી જાહેરાત આજે બજેટ રજુ કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવી છે. તેઓએ ઉમેર્યું હતું કે, પર્યાવરણની સુરક્ષા માટે વાતાવરણમાં ભળતા કાર્બન વાયુના પ્રમાણમાં શકય તેટલો વધુ ઘટાડો કરવાના પ્રયાસોના ભાગરૂપે મહાપાલિકા દ્વારા નાગરિકોને ઈલેકટ્રીક વાહનોની ખરીદી માટે પ્રોત્સાહિત કરવા માટે ઈ-વ્હીકલની ખરીદી પર 5 હજારની સબસીડી આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવી છે. આ ઉપરાંત મહાપાલિકા દ્વારા સાયકલ પ્રમોશન પ્રોજેકટ હેઠળ જો કોઈ વ્યકિત નવી સાયકલની ખરીદી કરે તો તેને 1 હજાર રૂપિયાની સબસીડી આપવામાં આવી છે જેમાં આગામી વર્ષમાં સાયકલીંગને વધુને વધુ પ્રોત્સાહન આપવાના હેતુથી પરીવારના એક જ વ્યકિતને બદલે સાયકલ ખરીદનાર પરીવારના તમામ સભ્યોને વળતર આપવામાં આવશે અને આ રકમ સીધી તેઓના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. ગત વર્ષે સાયકલ સબસીડી માટે રૂા.30 લાખની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ આ વર્ષે લોકો માસ ટ્રાન્સપોર્ટેશનનો મહત્મ ઉપયોગ કરવાની સાથે પ્રદુષણરહિત સેવાઓનો વ્યાપ પણ વધારે તે જરૂરી છે જેને ધ્યાનમાં રાખી આગામી વર્ષમાં સાયકલની સબસીડીની જોગવાઈ ડબલ અર્થાત રૂા.50 લાખ કરવામાં આવી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.