Abtak Media Google News

સુપર સીંગર અમૃતા પાટીલ, શ્યામ ગઢવી, પ્રિયમ પરમાર, મયુર સોન વગેરે પોલીસ પરિવારને મોજ કરાવશે: આયોજક બહેનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ સીટી વુમન્સ કલબના ઉપક્રમે પોલીસ-ડે નીમીતે એક સુંદર કાર્યક્રમ તા. ૨૧-૧૦ ને સોમવારે રાત્રે નવ વાગ્યે પોલીસ-ડે ના દિવસે ઘ્યાનમાં રાખી પોલીસ ભાઇઓ માટે સ્પેશ્યલ કાર્યક્રમ એક શામ શહીદો કે નામ ધમાકેદાર મ્યુઝીકલ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં મયુર સોની ઓરકેસ્ટ્રાના સથવારે સુરીલા સફર મ્યુઝીકલ ઇવેન્ટમાં સુપર સિંગર અમૃતા પાટીલ મુંબઇ, શ્યામ ગઢવી અમદાવાદ, પ્રિયમ  પરમાર જામનગર, મયુર સોની ભુજ, એન્કર મેધા બારડ રાજકોટ જેવા કલાકારો જુના નવા ફિલ્મી ગીતો ગાઇ પોલીસ ભાઇઓને મજા કરાવશે. સૌ પ્રથમ શહીદોને શ્રઘ્ધાંજલી આપી દેશ ભકિતના ગીતો ગાઇ કાર્યક્રમની શરુઆત કરશે. ત્યારબાદ ગીતોની રમઝટ બોલાવશે અને પોલીસ-ડેની શાનદાર ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ શહેરના પોલીસ કમિશ્નર મનોજકુમાર અગ્રવાલ, માર્ગ દર્શન નીચે રાખવામાં આવેલ છે. કાર્યક્રમનું ઉદધાટન પોલીસ કમિશ્નર  મનોજકુમાર અગ્રવાલ ના હસ્તે કરવામાં આવશે તેમાં અનેક મહાનુભાવો જોડાશે અને કાર્યક્રમને ખુલ્લો મુકાશે. આ કાર્યક્રમ હેમુગઢવી હોલ ખાતે રાત્રે રાખેલ છે. મુખ્ય મહેમાન મેયર બીનાબેન આચાર્ય, મ્યુ. કોર્પો.ના કમિશ્નર ઉદીતકુમાર અગ્રવાલ, કલેકટર રેમ્યા મોહન, ડો. વલ્લભભાઇ કથીરીયા, ગુણવંતભાઇ ડેલાવાળા તથા અનેક મોટા મહાનુભાવો ઉ૫સ્થિત રહેશે. વુમન્સ કલબના પ્રમુખ પ્રફુલ્લાભાઇ મહેતા અને તેમની સુપર કમીટી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહી છે.

Advertisement

આ માટે પ્રમુખ પ્રફુલાબેન મહેતા,ચેરમેન મીનાબેન વસા, વાઇસ ચેરમેન બિન્દુબેન મહેતા, ઉ૫પ્રમુખ ઇન્દીરાબેન ઉદાણી સેક્રેટરી દીનાબેન મોદી, જોઇન્ટ સેક્રેટરી દર્શના મહેતા, કલ્પનાબેન પારેખ, પ્રીતીબીને ગાંધી, અલ્કાબેન ગોસાઇ, મીતાબેન મહેતા વગેરેએ ‘અબતક’ની શુભેચ્છા મુકાલાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.