Abtak Media Google News

હાઇકોર્ટની આકરી ઝાટકણી બાદ કોર્પોરેશન દ્વારા શહેરના રાજમાર્ગો પર રખડતાં-ભટકતાં રેઢીયાળ ઢોરને પકડવા માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન આજે સવારે પોલીસની હાજરીમાં શહેરના કાલાવડ રોડથી આગળ કણકોટ રોડ પર રખડતાં ઢોર પકડતી વેળાંએ માલધારીઓ અને કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી વચ્ચે જબ્બરી માથાકૂટ સર્જાય હતી. જો કે, ઘટનાસ્થળેથી બે ઢોર પકડી લેવામાં આવ્યા હતાં.

Advertisement

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કણકોટ રોડ પર ગુજરાત હાઉસીંગ સોસાયટી નામના વિસ્તારમાં રખડતાં ઢોરનો ત્રાસની ફરિયાદ મળતાં આજે સવારે કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી પોલીસની પીસીઆર વાન સાથે સ્થળ પર ત્રાટકી હતી. બે ટીમ અને પોલીસ બંદોબસ્ત હોવા છતાં 40 થી વધુ માલધારીઓના ટોળાંએ કોર્પોરેશનના સ્ટાફને ઘેરી લીધો હતો.

ફરિયાદ મળતા ઢોર પકડવા ગયેલા કોર્પોરેશનના સ્ટાફને પશુપાલકોએ ઘેરી લીધો: ગાળાગાળી સાથે ઉગ્ર ઘર્ષણ

રખડતાં ખૂંટીયાઓને પકડવામાં આવતા નથી. માત્ર દૂઝણી ગાયોને જ પકડવામાં આવતી હોવાનો આક્ષેપ સાથે ઉગ્ર માથાકૂટ કરી હતી અને ગાળાગાળી કરી હતી. જો કે, બંદોબસ્ત માટે હાજર રહેલી પોલીસની સમજાવટથી સમગ્ર મામલો થાળે પડ્યો હતો. દરમિયાન ઘટનાસ્થળેથી બે ઢોર પકડી લેવામાં આવ્યા હતા. આજે બપોર સુધીમાં 20 ઢોર પકડાયાં છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.