Abtak Media Google News

ત્રણ પોલીસકર્મીએ કોન્સ્ટેબલને ધોકાવ્યા અરજદારની અરજી ના લેવા બાબતે થયો ઝગડો

શહેરમાં પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલ રાત્રીના એક કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલ અને અન્ય કર્મીઓને ગાળો ભાંડતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને ત્રણ પોલીસકર્મીએ કોન્સ્ટેબલને માર માર્યો હતો.સૂત્રો અનુસાર અરજદારની અરજી ના લેવા બાબતે આપસમાં ઝગડો થયો હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં રાત્રીના એક કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનના બીજા માળે આવેલા ડી.સ્ટાફ રૂમે હતો ત્યારે કોઇ મુદ્દે ત્યાં બેઠેલા પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી શરૂ કરી હતી અને ચશ્માધારી કોન્સ્ટેબલે મગજ ભમયો હતો અને મહિલા કોન્સ્ટેબલને ગાળ ભાંડી હતી અને સ્ટાફ એકઠો થઇ ગયો હતો.

પરંતુ મામલો બિચકતા ત્યાં બંને પક્ષે સામસામે લાકડી ખેંચાઇ હતી, મામલો વધુ વણસે તે પહેલા અન્ય સ્ટાફ વચ્ચે પડ્યો હતો ઝઘડી રહેલા પોલીસકર્મીઓને છોડાવ્યા હતા. ટી શર્ટ ધારી કોન્સ્ટેબલે એક અધિકારીને ફોન કરીને તેના પર હુમલો થયાની રાવ કરી પોતે હોસ્પિટલમાં દાખલ થઇ જશે તેવી ચીમકી પણ આપી હતી. સમગ્ર ઘટનાએ પોલીસબેડામાં ભારે ચકચાર જગાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.