Abtak Media Google News

ડેંન્ગ્યૂનો કહેર ઘટ્યો: એક સપ્તાહમાં શરદી-ઉધરસના 536, તાવના 324 અને ઝાડા-ઉલ્ટીના 29 કેસ

શહેરમાં શ્ર્વાનનો ત્રાસ દિનપ્રતિદીન સતત વધી રહ્યો છે. છેલ્લાં 6 દિવસમાં 291 લોકો ડોગ બાઇટના ભોગ બન્યા હોવાની સત્તાવાર જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ ડેંન્ગ્યૂનો કહેર ઘટવાના કારણે તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે.

આજે મહાપાલિકા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત 22 થી 28 નવેમ્બર સુધીમાં ડેંન્ગ્યૂના 15 કેસ નોંધાયા છે. ચાલુ સાલ ડેંન્ગ્યૂના કુલ 401 કેસ નોંધાયા છે. ગત સપ્તાહે મેલેરિયાનો એક જ કેસ નોંધાયો છે. આ સાથે વર્ષમાં કુલ 54 કેસો નોંધાયા છે. જ્યારે ચિકનગુનીયાના વધુ 3 કેસ સાથે કુલ 32 કેસો નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લાં એક સપ્તાહ દરમિયાન સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી-ઉધરસના 563 કેસ, સામાન્ય તાવના 324 કેસ, ઝાડા-ઉલ્ટીના 29 કેસ, ટાઇફોઇડ તાવનો 1 કેસ અને ડોગબાઇટના 291 કેસ નોંધાયા છે. ગત સપ્તાહે 50094 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 4023 ઘરો ફોગીંગ કરવામાં આવ્યું હતું. મચ્છરોની ઉત્પતી સબબ 1129 આસામીઓને નોટીસ આપવામાં આવી હતી અને 15090 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.