Abtak Media Google News

સ્ટ્રીટલાઈટ લગત કોઈપણ પ્રકારની ફરીયાદ માટે રાજકોટ મહાનગરપાલિકાના હેલ્પ સેન્ટર નંબર 18001231973 (ટોલ-ફ્રી) પર ફરીયાદ નોંધાવી શકાશે તેવી જાહેરાત  મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ કરી છે.

1800123 1973 નંબર પર સ્ટ્રીટલાઇટ સંબંધીત ફરીયાદ નોંધાવી શકાશે

રાજકોટ મહાનગરપાલિકાની રોશની શાખા દ્વારા ઉતરાયણનાં પર્વને અનુલક્ષીને પતંગનાં દોરા ને કારણે અસર પામેલ સ્ટ્રીટલાઇટ વિજ-નેટવર્ક ને દુરસ્ત કરવા તેમજ શહેરનાં તમામ વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટ સુવિધા વિના વિક્ષેપે જળવાઇ રહે તે માટે રોશની શાખાનાં અધીકારીનાં માર્ગદર્શન મુજબ  કર્મચારીઓ દ્વારા જરૂરી રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તેમજ જે વિસ્તારોમાં પી.જી.વી.સી.એલ. નેટવર્કમાં પાવર સપ્લાય ને કારણે સ્ટ્રીટલાઇટ બંધ થવા પામેલ, તે વિસ્તારનાં પી.જી.વી.સી.એલ.નાં લગત સબ-ડીવીઝન સાથે સંકલન કરી, સ્ટ્રીટલાઇટ સુવિધા જળવાઇ રહે તે માટે જરૂરી કામગીરી કરવામાં આવેલ. શહેરમાં કાર્યરત સ્ટ્રીટલાઇટ લગત કોઇપણ પ્રકારની ફરીયાદ માટે વોર્ડ નંબર, પોલ નંબર તેમજ જરૂરી એડ્રેસ સાથે રાજકોટ મહાનગરપાલિકાના હેલ્પ સેન્ટર નંબર 18001231973 (ટોલ-ફ્રી) પર ફરીયાદ નોંધાવી શકશે, તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.