Abtak Media Google News

નોટિસ ફટકારાતા જાણે મચ્છરો ડરી ગયા હોય તેવો માહોલ: મચ્છરોની ઉત્પતિ સબબ વધુ 2281 આસામીઓને નોટિસ

સીઝનલ રોગચાળાને નાથવા માટે કોર્પોરેશન દ્વારા મચ્છરોની ઉત્પતિ સબબ લોકોને આડેધડ નોટિસ ફટકારવામાં આવી રહી છે. જેનેથી જાણે મચ્છરો ફાટી પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. મહાપાલિકાએ જાદૂઈ છડી ફેરવતા માત્ર એક જ સપ્તાહમાં શહેરમાંથી મેલેરીયાનો રોગ નાબૂદ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ડેન્ગ્યુના પણ માત્ર 15 કેસ જ નોંધાયા છે. ચિકનગુનિયાનો સમ ખાવા પુરતો એક કેસ મળી આવ્યો છે.

આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના માત્ર 15 કેસો જ નોંધાયા છે. આ સાથે ચાલુ વર્ષે ડેન્ગ્યુના કુલ 171 કેસો નોંધાયા હોવાનું જાહેર કરાયું છે. આશ્ર્ચર્યજનક રીતે શહેરમાં મેલેરીયાનો એકપણ કેસ સપ્તાહ દરમિયાન નોંધાયો નથી. જ્યારે ચીકનગુનિયાનો એક જ કેસ નોંધાયો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન 1281 આસામીઓને મચ્છરોની ઉત્પતિ સબબ નોટિસ ફટકારી રૂા.59,500 વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.

7367 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી છે અને 88748 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત સપ્તાહે ડેન્ગ્યુના 34 જેટલા કેસ નોંધાયા હતા. એક જ સપ્તાહમાં જાણે મચ્છરોનો ઉપદ્રવ ઘટી ગયયો હોય તેમ મચ્છર ઓછા થઈ ગયા છે. મેલેરીયા તો મહાપાલિકાના રેકર્ડમાંથી ગાયબ જ થઈ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.