Abtak Media Google News

શહેરના જાણીતા બિલ્ડર ગોપાલભાઈ ચુડાસમાએ ઈ-ઓકશનમાં રૂા.1,25,000ની અપસેટ કિંમત સામે રૂા.1,25,200ની ઉંચી બોલી લગાવી પ્લોટ ખરીદી લીધો

રાજકોટ મહાનગર પાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની માલીકીની જમીન વેંચવા માટે ઈ-ઓકશન કરવામાં આવી રહ્યું છે. શહેરના સૌથી વિકસીત એવા 150 ફૂટ રીંગ રોડ પર નાના મવા સર્કલ પાસે સીલ્વર હાઈટ્સની સામેનો સોનાની લગડી જેવો પ્લોટ અધધધ… રૂા.118 કરોડમાં વેંચાયો છે. શહેરના જાણીતા બિલ્ડર અને રાજકોટ પેટ્રોલ ડિલર્સ એસો.ના પ્રમુખ ગોપાલભાઈ ચુડાસમાએ આ પ્લોટ સૌથી ઉંચી બોલી લગાવી ઈ-ઓકશનમાં ખરીદ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, શહેરના 150 ફૂટ રીંગ રોડ પર નાના મવા સર્કલ પાસે સીલ્ટર હાઈટ્સ બિલ્ડીંગની સામે ટીપી સ્કીમ નં.3 (નાના મવા)ના આખરી ખંડ નં.4ની આજે સવારે ઓનલાઈન હરરાજી (ઈ-ઓકશન) રાખવામાં આવી હતી. આ પ્લોટનું કુલ ક્ષેત્રફળ 9438 ચો.મી.નું છે. જેની અપસેટ કિંમત રૂા.1,25,000 નિયત કરવામાં આવી હતી. ઈ-ઓકશનમાં કુલ 3 પાર્ટીએ ભાગ લીધો હતો. સૌથી વધુ ઓફર ઓફ નાઈન સ્કવેર એલ.એલ.પી ગોપાલ રાજકોટ દ્વારા આપવામાં આવી હતી. રૂા.1,25,000ની અપસેટ કિંમત સામે 1,25,200ની ઉંચી કિંમત બોલવામાં આવતા તેઓને આ પ્લોટ વેંચાણથી આપવામાં આવ્યો છે.

નાના મવા સર્કલ પાસે સોનાની લગડી જેવો પ્લોટ રાજકોટના જાણીતા બિલ્ડર અને રાજકોટ પેટ્રોલ ડિલર્સ એસોસીએશનના પ્રમુખ ગોપાલભાઈ ચુડાસમાએ રૂા.1,18,16,37,600માં ખરીદ્યો છે. આગામી દિવસોમાં પણ મહાપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જમીન વેંચાણ માટે ઈ-ઓકશન હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.