Abtak Media Google News

પૂર્વ વિપક્ષી નેતા, કોર્પોરેટરની મુખ્યમંત્રીને રજૂઆત 

કોરોના કાળમાં ય તંત્રની બેદરકારીથી લોકો હેરાન 

હાલ કોરોનાનો કહેર પ્રવર્તે છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની અછત હોય ભરતી કરવા તથા બેડની વ્યવસ્થા વધારવા તથા કોરોના વિરોધી ઈન્જેકશનનો જથ્થો વધારવા મહાપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયા તથા કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણીએ માગણી કરી છે. બંને આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, હાલ જીવલેણ કોરોના મહામારીની બીજી ખતરનાક હેર ચાલે છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ થતા હોય છે.  શહેરના દર્દીઓ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એડમીટ થતા હોય ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડ અને જનરલ વોર્ડમાં ડોકટરોની ખાસ ઘટ લાગી રહી છે. તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલનું મેનેજમેન્ટ નબળું જણાય છે. ઘટતો સ્ટાફ વધારવા માટે અલગ-અલગ પ્રકારના 50 ડોકટરોની ભરતી કરવી પડે તે સ્થિતિ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા જરૂરી પગલા લેવા સાથે રેમડેસીવીરના ઈજેકશનનો સ્ટોક પુરતો પ્રમાણમાં ન હોય જેથી તે સ્ટોક કરવા સાથે સિવિલ હોસ્પિટલને વધુ સજ્જ કરવા પગલા ભરવા રજૂઆત થઈ છે.

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટની અવ્યવસ્થાને કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હેરાન પરેશાન થવું પડે છે તેમજ રાજકોટ કલેકટર દ્વારા દરરોજ સિવિલ હોસ્પિટલમાં દિવસના બે ટાઈમ રાઉન્ડ લેવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં સુધારો થઇ શકે તેમ જણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.