Abtak Media Google News

રાજકોટમાં વરસાદને પગલે ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે ત્યારે સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે કેન્દ્ર સમાન સિવિલ હોસ્પિટલમાં વરસાદ આવતા જ રસ્તાઓ પર જાણે નદીઓ વહેવા લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. થોડા સમય પહેલા જ તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ રસ્તાઓ રિપેર કરવાનો વાયદો કર્યો હતો પરંતુ હાલ દર્દી નારાયણીઓની હાલત કફોડી બની છે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીથી માંડી આગળ વોર્ડમાં જવાના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

20220712 084449

જેના કારણે દર્દીઓને સ્ટ્રેચરને બદલે હોડીમાં લઈ જવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તાઓ પરથી નીકળતી એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો અડધા પાણીમાં ગરકાવ થઈ હતા. જ્યારે ચાલીને જતા સગાઓ અને નાની બાળકીઓને પણ બીજા વાહનનો સહારો લઈને રસ્તો ઓળંગવાની સ્થિતિ સર્જાઈ છે. આજથી થોડા દિવસો પહેલા રસ્તાઓમાં ખાડા હોવાના પગલે કે. ટી. ચિલ્ડ્રન વિભાગ પાસેનો રસ્તો અધિક્ષક દ્વારા બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલ ખાડા દૂરની વાત પણ રસ્તાઓ પર નદીઓ વહેવા લાગતાં દર્દી નારાયણી હાલત દયનીય બની છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.