Abtak Media Google News

ડ્રાફટ ટીપી સ્કીમોના રીઝર્વેશન પ્લોટોમાં 6,000 ચો.મી. જેટલી જગ્યા ઉપર થયેલા દબાણોનો કડુસલો બોલાવાયો

મહાપાલિકાએ આજે ત્રણ સ્થળે ડીમોલીશન હાથ ધર્યું છે. ડ્રાફટ ટીપી સ્કીમોનાં રીઝર્વેશન પ્લોટોમાં 6000 ચો.મી. જેટલી જગ્યા ઉપર જે દબાણો થયા છે. તેનો કડુસલો બોલાવીને અંદાજે રૂ.18 કરોડની જમીન ખૂલ્લી કરાવાઈ છે.
કમિશ્નર અમિત અરોરાના આદેશ અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજે ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.14 (ડ્રાફટ) 15 (ડ્રાફટ) 17 (ડ્રાફટ)ના રીર્વેશન પ્લોટમાં થયેલા દબાણો રાજકોટ મહાનગરપાલીકા દ્વારાદૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. અને અંદાજીત 18 કરોડની જમીન ખૂલ્લી કરાવેલ છે.

ટીપી સ્કીમ ન.14 રાજકોટ (ડ્રાફટ) અનામત પ્લોટ 16 સી માં કોમર્શીયલ પ્લોટમાં દબાણ દૂર કરેલ છે. જેમાં 700 ચો.મી. અંદાજે 2 કરોડની જમીન ખૂલ્લી કરાવાઈ છે., ટીપી સ્કીમ નં. 15 રાજકોટ (ડ્રાફટ) અનામત પ્લોટ 20 એ શોપીંગ સેન્ટરમાં દબાણ દૂર કરેલ છે. જેમાં 1000 ચો.મી. અંદાજે 3 કરોડ જમીન ખૂલ્લી કરાવાઈ છે., ટીપી સ્કીમ નં. 17 (ડ્રાફટ), એફ.પી.નં.17/એ માં આવેલ મોરબી રોડના દબાણો દૂર કરેલ છે.જેમાં 4322 ચો.મી. અંદાજે 13 કરોડની જમીન ખૂલ્લી કરાયેલ છે.

આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા ઈસ્ટ ઝોનનાં તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવશાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઈમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.