Abtak Media Google News

સતત 29 વર્ષમાં ઝીરો એનપીએનું બિરૂદ જાળવી રાખ્યું: ચેરમેન-ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા પર અભિનંદન વર્ષા

રાજકોટ ડિસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંક લીમીટેડ ચેરમેન જયેશભાઈ રાદડીયાની આગેવાનીમાં વર્ષ 2022-2023માં ઝળહળતા પરિણામો હાંસલ કર્યા છે.197 કરોડના નફા સાથે રૂ.13390 કરોડનો બિજનેસ કર્યો છે.સતત 29માં વર્ષે નેટ ઝીરો એનપીએનું બિરૂદ જાળવી રાખ્યું છે.

સમગ્ર દેશમાં નમૂનેદાર જિલ્લા બેંક એવી  રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ  બેંક લી.ના જનરલ મેનેજર વી.એમ. સખીયાના જણાવ્યા મુજબ બેંકના પુર્વ સુકાની  વલ્લભભાઈ પટેલ તથા   વિઠ્ઠલભાઈ રાદડિયાએ બનાવેલ વટવૃક્ષ સમાન આ બેંકના ચેરમેન અને પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની રાહબરી હેઠળ તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના માર્ગદર્શન અને સહકાર સાથે આ બેંકે પ્રગતિની હરણફાળ યથાવત રાખી ડિપોઝીટ રૂા .8071 કરોડ, ધિરાણ રૂા .5319 કરોડ, બિઝનેશ રૂા.13390 કરોડ અને રૂા.197 કરોડના નફા સાથે જળહળતા પરિણામો જાહેર કરેલ છે.  બેંકની વસુલાત 99.51% છે.

બેંક 199 શાખશઓ, મુખ્ય કચેરી સીબીએસ નેટવર્કથી જોડાયેલું છે. રૂપે ડેબીટ કાર્ડ, આધાર લિંકેજ, ઈન્ટરબ્રાંચ ટ્રાન્ઝેકશન, આરટીજીએસ,એનઈએફટી, એસએમએસ એલર્ટ, મોબાઈલ બેંકીંગ, આઈએમપીએસ મુખ્ય કચેરીમાં સાંજે 4 થી રાત્રીના 10 વાગ્યા સુધી દાગીના ધિરાણ, પ્રધાનમંત્રી જીવન જયોતી/સુરક્ષા બીમા યોજના – અટલ પેન્શન યોજના મુખ્ય કચેરીમાં 24 કલાક /365 દિવસ લોકર ઓપરેટીંગ બેંક તરફથી તમામ પ્રકારના લોન/ધિરાણો આપવામાં આવે છે.

આ બેંકે ખેડૂતોને 0 % વ્યાજના દરે રૂા .3250 કરોડ કે.સી.સી. ધિરાણ કરેલ છે. મંડળી સાથે જોડાયેલ ખેડૂત સભાસદોનો બેંક તરફથી રૂા .10.00 લાખનો અકસ્માત વીમો લેવામાં આવે છે અને તેનું તમામ પ્રિમીયમ બેંકે ભરેલ છે. ખેડૂત સભાસદોને રૂા .15,000 / – સુધીની ” વિઠલભાઈ રાદડિયા મેડીકલ સહાય યોજના ” હેઠળ સહાય ચુકવવામાં આવે છે. નાબાર્ડ દ્વારા દિલ્હી લેવલેથી  વડાપ્રધાન / નાણાંપ્રધાન વરદ હસ્તે સતત પાંચ વખત બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ અને ઈના મેળવનાર પ્રથમ બેંક છે.

બેંકની સર્વાંગી શ્રેષ્ઠ કામગીરી માટે ” નાફસ્કોબ ” તરફથી ચાર વખત ભારતમાં પ્રથમ નંબરનો એવોર્ડ તથા દેશનાં  ગૃહ અને સહકાર મંત્રીના વરદ હસ્તે દશાબ્દી (ડેકેડ) એવોર્ડ મેળવનાર બેંક . બેંકના સભાસદો, થાપણદારો તથા ગ્રાહકો, સહકારી આગેવાન, તમામ સહકારી મંડળીઓ સંસ્થાઓ, ખેડૂતો, શુભેચ્છકો તથા તમામ પ્રજાજનો નો આ બેંકના  ચેરમેન તથા બોર્ડ ઓફ ડિરેકટર્સ આભાર વ્યકત કર્યો હતો.

Screenshot 2 3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.