Abtak Media Google News

યુવા મોરચાના પ્રમુખપદે અશ્વિન મોલીયા અને મહિલા મોરચાના પ્રમુખપદે સોનલબેન વસાણીની વરણી

રાજકોટ જિલ્લા ભાજપ અઘ્યક્ષ અલ્પેશભાઇ ઢોલરીયા દ્વારા છ મોરચાના પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી છે. તમામ પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયાના જણાવ્યાનુસાર પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી વિનોદભાઇ ચાવડા તથા જિલ્લા ભાજપના પ્રદેશ સંગઠન પ્રભારી ધવલભાઇ દવે સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ તમામ 6 મોરચાના પ્રમુખ તથા મહામંત્રીના નામો જાહેર કરવામાં આવ્યા છે. યુવા ભાજપના પ્રમુખ તરીકે પડધરીના અશ્ર્વિનભાઇ કે. મોલીયાની નિયુકિત કરવામાં આવી છે.

આ ઉપરાંત મહામંત્રી તરીકે દેવભાઇ કોરડીયા અને વિમલભાઇ રાઠોડ મહિલા મોરચાના પ્રમુખ તરીકે સોનલબેન વસાણી મહામંત્રી તરીકે વર્ષાબેન ખુંટ અને રેખાબન સીણોજીયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે નવીનપરી ગૌસ્વામી મહામંત્રી તરીકે કમલેશભાઇ વરુ અને અશોકભાઇ ચાંવની નિયુકિત કરાય છે.

કિસાન મોરચાના પ્રમુખ તરીકે વિનુભાઇ ઠુંમર જયારે મહામંત્રી તરીકે અનિરૂઘ્ધસિંહ ડાભી અને વલ્લભભાઇ રામણીની, અનસુચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે લાલજીભાઇ આઠું, મહામંત્રી તરીકે નરોતમભાઇ પરમાર અને મહેશભાઇ વાણીયા જયારે લધુમતિ મોરચાના પ્રમુખ તરીકે અલ્લાઉદીનભાઇ ફોગ, મહામંત્રી તરીકે સલીમભાઇ પતાણી અને અસલમભાઇ મલેકની નિયુકિત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.