Abtak Media Google News
  • જાગનાથ મંદીરે શીશ ઝુકાવી પદયાત્રા રેલી યોજી: બહુમાળી ભવન ખાતે બેન્ડની સુરાવલી અને ઢોલ-નગારાના તાલે રાસ ગરબા રમાયા, વિશાળ જનમેદનીને રૂપાલાએ કર્યુ ઉદબોધન

રાજકોટ લોક્સભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યર્ક્તા અને ખેડૂત આગેવાન તેમનું નામાકન પત્ર રજુ કર્યુ હતું.  જેમાં પ્રથમ વાર વિજય મુહુર્તને બદલે 11:ર0એ નામાંકન દાખલ કરાયું હતું.

આ તકે જાગનાથ મંદિર થી બહુમાળી ભવન ચોક  સુધી ભવ્ય પદાયાત્રા- રેલીમાં વિશાળ સંખ્યામાં કાર્યર્ક્તાઓ, શહેરીજનો, ગ્રામ્યજનો જોડાયા હતા. અને કમળમય માહોલ થકી સર્વત્ર કેસરીયો માહોલ છવાયો હતો. તેમજ ભાજપના કાર્યર્ક્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો.ત્યારબાદ  બહુમાળી ભવન ચોક ખાતે પરશોતમભાઈ રૂપાલાજીના સમર્થનમાં તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ, શહેરીજનો, ગ્રામ્યજનો ધ્વારા અદકેરૂ અભિવાદન કરવામાં આવેલ. આ તકે 1 હજારથી વધુ મહિલાઓ અને વિવિધ સમાજ-જ્ઞાતિના સમાજના આગેવાનો-પ્રતિનિધિઓ જોડાયા  હતા.

ત્યારબાદ  બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને ફુલહાર કરી પરશોતમભાઈ રૂપાલાના સમર્થનમાં વિશાળ વિજય વિશ્ર્વાસ સંમેલન યોજાયેલ.

Rupala Filed Her Candidature After Addressing The Gathering With A Huge Rally
Rupala filed her candidature after addressing the gathering with a huge rally

આ તકે પરશોતભાઈ રૂપાલા, કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા,  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કુવરજીભાઈ બાવળીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા,મહેશભાઈ ક્સવાલા, જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરીયા, કાંતીભાઈ અમૃતીયા, જયેશ રાદડીયા, ગીતાબા જાડેજા, આર.સી. ફળદુ,ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરેમન ધનસુખ ભંડેરી, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, સુરેશભાઈ ગોધાણી, રાજકોટ ડેરીના ગોરધનભાઈ ધામેલીયા, બાબુભાઈ ઘોડાસરા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વીન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, જીલ્લા ભાજપ મહામંત્રી હરેશભાઈ હેરભા, નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, અમીબેન પરીખ, ચેતનભાઈ રામાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

આ તકે પરશોતમભાઈ રૂપાલાએ જણાવેલ કે જાગનાથ મંદિરથી બહુમાળી ચોક સુધી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ આગેવાનો, તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ, શહેરીજનોનો

જાહેર આભાર વ્યક્ત કરતા જણાવેલ કે દેશની આશા અને અપેક્ષા પૂર્ણ કરવા અને સશક્ત અને વિકસિત ભારતના નિર્માણ માટે તેમજ દેશના 70 વર્ષથી વધુ વયના વડીલોને આયુષ્યમાન કાર્ડ થકી આરોગ્ય ક્વચ પુરૂ પાડીને વડીલવંદના કરવા માટે ત્રીજી ટર્મમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીને 400 થી વધુ સીટ આપીને જંગી બહુમતીથી લોક્સભા-ર0ર4ની ચૂંટણીમાં ભવ્ય વિજય અપાવવાનો છે.

તેમણે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર માટે સંકલ્પિત ભારતના વિકાસ માટે 70 વર્ષથી વધુ વયના વડીલો માટે આરોગ્યલક્ષી વીમા ક્વચ માટે આયુષ્યમાન કાર્ડ, સીવીલ કોડ સહીતના મુદૃાઓની  કરાયેલ સમગ્ર વિગતો વર્ણવતા જણાવેલ કે મને આશિર્વાદ આપવા મોટી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનો-ગ્રામજનોને મારી વિનંતી છે કે ભાજપને મત અપાવવા માટેનુંં અભિયાન ચલાવશો. આઝાદીના વર્ષો પછી પ્રથમ વખત જુન-ર0ર4માં ભાજપની ત્રીજી ટર્મ માટે બનનાર સરકાર માટે નરેન્દ્રભાઈ મોદીએ દરેક વિભાગને કાર્યરત કરીને પ્રથમ 100 દિવસના વિકાસ કાર્યોનો રોડમેપ નું આયોજન કરેલ છે. ત્યારે આ દરેક યોજના સોએ સો ટકા સફળ જાય તે માટે સૌએ પ્રતિબધ્ધ  બનવાનું છે. કેન્દ્ર સરકાર દરેક યોજનાનું સો ટકા અમલીકરણ કરતું હોય તો સો ટકા મતદાન કરીને આપણે નાગિરક તરીકેનું દાયિત્વ નિભાવવું એ જ આપણું ર્ક્તવ્ય છે. અને  માં ભારતી ને વિશ્ર્વગુરૂ તરીકે બિરાજમાન કરવા  આ વખતે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની કેન્દ્ર સરકારને અકલ્પનીય પ્રચંડ બહુમતીથી વિજેતા બનાવવા સૌ સંકલ્પબધ્ધ થઈએ.

તેમણે આ તકે રાષ્ટ્રહિત માટે ઉપસ્થિત રહી સહકાર આપવા બદલ સૌ ક્ષત્રીય સમાજના આગેવાનોનો  આભાર વ્યક્ત કરેલ હતો.તેમજ રાષ્ટ્રહિત અને રાષ્ટ્રના વિકાસ માટે અમને ક્ષત્રીય સમાજના સહકારની પણ જરૂર છે.

અંતમાં  શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ ઉપસ્થિત તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ, વિવિધ સમાજ શ્રેષ્ઠીઓ, શહેરીજનો, ગ્રામજનોનો વિજય વિશ્ર્વાસ સંમેલનને ભવ્યાતિભવ્ય રીતે સફળ બનાવવા બદલ જાહેર આભાર વ્યક્ત કરેલ હતો. આ કાર્યક્રમનું સંચાલન ડો. માધવ દવેએ સંભાળેલ.

રૂપાણીની લોકપ્રિયતા બરકરાર: સંબોધન પૂર્વે જ તાળીઓનો ગડગડાટ

Rupala Filed Her Candidature After Addressing The Gathering With A Huge Rally
Rupala filed her candidature after addressing the gathering with a huge rally

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની લોકપ્રીયતા હજુ અકબંધ છે સભમાં તેઓ બોલવા માટે ઉભા થયા ત્યાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો હતો

આ તકે રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે આ વખતની લોકસભાની ચૂંટણી ઐતિહાસિક છે. આ ચૂંટણી દેશનો સર્વાગિ વિકાસ કરવા અને દેશને વિકાસ તરફ અગ્રેસર કરવા માટે મહત્વની છે. એક તરફ પ્રમાણિક અને પારદર્શક સરકાર છે, ત્યારે સામે કોંગ્રેસનો ભ્રષ્ટાચારભર્યો વહીવટ, ગરીબોને વધુ ગરીબ બનાવનારી કોંગ્રેસ છે. ભાજપ સરકારે દેશનું સાર્વભોમત્વ જળવાય રહે તે માટે દેશહિત માટેના નિર્ણયો લીધા છે. છેલ્લા દશ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની હરણફાળ થઈ છે. ગરીબો, દલિતો, પીડીતો, શોષીતો, વંચિતો, યુવાઓ, મહિલાઓ માટે વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે. નરેન્દ્રભાઈ મોદી જે વચન આપે છે તેને પરીપૂર્ણ કરે છે, તા.રર જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર દેશ રામમય બનેલ. રામ રાજયની શુભ શરૂઆત થયેલ છે. આગામી પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ’વિકસિત ભારત’ બને, અંત્યોદયની ભાવના સાકાર થાય, યુવાનોને રોજગારી મળે, મહિલા ઉત્કર્ષને વેગ મળે, જગનો તાત ખરા અર્થમાં તાત બને, તે માટે આગામી પાંચ વર્ષ મહત્વના છે. ’ઈન્ડીયા’ ના નામે બધા તકવાદીઓ ભેગા થાય છે ત્યારે કોંગ્રેસનું ભ્રષ્ટાચાર અને તૃષ્ટિકરણનું રાજકારણ જોયેલ છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રના વિકાસ માટેની વિરાસત ઉજાગર કરેલ છે.

Screenshot 1 2 6 આ વખતની ચૂંટણી વ્યક્તિ વિશેષ નહીં પરંતુ વડાપ્રધાનને ત્રીજી વખત ચુંટવા માટેની છે: વિજયભાઈ રૂપાણી

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભાજપના આગેવાનો ને સાથે રાખી રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમભાઈ પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે તેઓ જંગી લીડ થી જીતશે એ વાતનો વિજય વિશ્વાસ પણ છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે આ વખતની લોકસભા ચૂંટણી કોઈ વ્યક્તિ વિશેષ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત ચૂંટી દેશનો વિકાસ વધુ તીવ્ર ભેગી આગળ વધે તે હેતુસર યોજાશે અને લોકો તેમનો મત આપશે. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે દસ વર્ષમાં જે વચનો વડાપ્રધાન દ્વારા આપવામાં આવ્યા હતા તેને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે એટલું જ નહીં વિકાસની સાથોસાથ ગુજરાતની વિરાસતને પણ જાળવી રાખવામાં આવી છે. હાલ અત્યારના લોકોએ સંકલ્પ લીધો છે કે ત્રીજી વખત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદ શોભાવશે. અંતમાં તેઓ જણાવ્યું હતું કે ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા સર્વ સમાજને અપીલ પણ કરવામાં આવી હતી એટલું જ નહીં ખાસ ક્ષત્રિય સમાજને પણ અપીલ કરતાં જણાવ્યું હતું કે તેઓની પણ જરૂરિયાત છે અને લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ જોડાઈ તેવી વિનંતી પણ કરી હતી.

Screenshot 2 9 પરષોતમ રૂપાલા 7.51 લાખની જંગી લીડ થી વિજય થશે: રામભાઈ મોકારિયા

રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા આજે નામાંકન પત્ર ભરવામાં આવ્યું હતું તે પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે વિશાળ સંખ્યામાં જાગનાથ મંદિરથી ર5 હજારથી વધુ લોકોની હાજરીમાં રેલી રૂપે બહુમાળી ભવન ચોક સુધી ભાજપના આગેવાનો જોડાયા હતા. ત્યારે કહી શકાય કે આ રેલી નહીં પરંતુ રેલો હતો અને લોકોએ મન ભરીને આશીર્વાદ પણ આપ્યા હતા. વડાપ્રધાન અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા જે પાંચ લાખની લીડ થી લોકસભા બેઠક જીતવાનો જે નિર્ધાર કરવામાં આવ્યો છે તેનાથી પણ વધુની લીડ સાથે દરેક લોકસભા બેઠક જીતવામાં આવશે. ત્યારે વાત રાજકોટની આવે તો એ વાત સ્પષ્ટ છે કે હાલ જે વાતાવરણ અને માહોલ ઊભો થયો છે તેને ધ્યાને લેતા રાજકોટ બેઠક પર થી પરસોતમ રૂપાલા 7.51 લાખની જંગી લીડ થી વિજય થશે. દરેક વર્ગ ભાજપ સાથે જ જોડાયેલો છે અને પરસોતમભાઈ ને કઈ રીતે જંગી લેતી વિજય બનાવવા તે દિશામાં જ કાર્ય કરવામાં આવી રહ્યું છે. માં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી દ્વારા જે ગેરંટી આપવામાં આવી હતી અને જે નિર્ધાર કરવામાં આવ્યો હતો તે તમામ કામ બખૂબી રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે. તેઓ જણાવ્યું હતું કે વિશ્વમાં એકમાત્ર ભાજપ જ એવો પક્ષ છે કે જે ઘરે ઘરે જઈને દરેક લાભાર્થીઓને એ વાતની ટકોર કરી હતી કે તેમણે કઈ યોજનાનો લાભ લીધો નથી અને ક્યાંય યોજનાથી તેઓ વંચિત છે. રાજ્યસભામાં પરસોતમ રૂપાલા સાથે કામ કરવાથી ઘણી ખરી હુંફ મળે છે ત્યારે તેઓને જંગી લીડ થી જીતાડવા તેઓ પણ મેદાને આવશે.

Screenshot 3 8 આગામી સમયમાં સરધાર, જસદણ, મોરબી, વાંકાનેરને નર્મદા યોજનામાં આવરી લેવાશે: બાવળીયા

આ તકે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવેલ કે સૌ સાથે મળીને પરશોતમભાઈ રૂપાલાને પાંચ લાખથી વધુ લીડ સાથે ચૂંટી કાઢવા સહીયારા પ્રયાસ થકી અથાગ પરીશ્રમ કરીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની વિકાસ યાત્રા રાજકોટ ખાતે થી શરૂ કરેલ હતી. છેલ્લા દશ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીએ દેશનું નામ વિશ્વ કક્ષાએ રોશન કર્યુ છે. ભૂતકાળમાં ગુજરાતમાં પાણીની સમસ્યા વિકટ બની હતી.ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રને જોડતી ’સૌની યોજના’ ધ્વારા ગામે-ગામ નર્મદાના નીર પહોંચાડી સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાર લીંક ધ્વારા પાણી પહોંચાડી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી પાણી પ્રશ્નને ભૂતકાળ બનાવ્યો છે. તેમજ રાજકોટને વિકાસના વિવિધ નજરાણારૂપે એઈમ્સ હોસ્પિટલ, આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટની ભેટ આપી છે, આગામી સમયમાં સરધાર, જસદણ, મોરબી, વાંકાનેર વિસતારને નર્મદા યોજનામાં આવરી લેવાશે. કોરોના કાળ દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ અન્ન કલ્યાણ યોજના કાર્યરત કરેલ, જેમાં 80 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળેલ છે. આ યોજના હજૂ પાંચ વર્ષ ચાલુ રખાશે. ત્યારે ’વિકસિત ભારત, વિકસિત રાજય, વિકસિત રાજકોટ’ ના સંકલ્પને સાકાર કરવા પરશોતમભાઈ રૂપાલાને જંગી બહુમતીથી વિજયી બનાવવા આપણે સૌ કટીબધ્ધ થઈએ.

Screenshot 4 5 દિલ્હીમાં નેતૃત્વ કરવા માટે પરષોતમભાઈને ચૂંટી કાઢવાના છે: ભરત બોઘરા

આ તકે સ્વાગત પ્રવચન કરતા ભરતભાઈ બોઘરાએ જણાવેલ કે રાજકોટમાંથી નરેન્દ્રભાઈ મોદી, કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા, વિજયભાઈ રૂપાણી જેવા સક્ષમ નેતા મળ્યા છે ત્યારે આપણે સૌએ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાને દિલ્હીમાં નેતૃત્વ કરવા માટે જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે કટીબધ્ધ થવાનું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે આરૂઢ થઈ રહયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો અને પાર્ટીની પંચનિષ્ઠાને સમર્પિત કાર્યકર્તા છે. તા. 7 મી મે એ મતદાન દિવસના દિવસે સો ટકા મતદાન થાય તે માટે કાર્યકર્તાઓ પરીશ્રમની પરાકાષ્ઠા સર્જે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશવાસીઓને પરિવાર માનીને આગળ વધી રહયા છે. ત્યારે ર0ર4ની લોકસભાની ચૂંટણી પર સમગ્ર વિશ્વનું ધ્યાન છે.

રૂપાલાની સભામાં ક્ષત્રીય આગેવાનોની પણ ઉપસ્થિતિ

આ પ્રસંગે ક્ષત્રીય સમાજના અગ્રણીઓ જસદણના રાજવી સત્યજીતસિહ ખાચર, પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા, તેમજ મહેન્દ્રસિહ, નરેન્દ્રસિહ જાડજા, ઘોઘુભા જાડેજા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિહ જાડેજા, રાજભા જાડેજા, વિરેન્દ્રસિહ ઝાલા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ હીરાભાઈ સોલંકી, મહેન્દ્રસિહ સરવૈયા, જનકભાઈ તળાવીયા, રણછોડભાઈ દલવાડી, વી.એસ. સવાણી, લવજીભાઈ બાદશાહ, અનિલભાઈ બગદાણા, ડી.એન. ગોલ, હકુભાઈ કસવાલા, સંજયભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, જેરામભાઈ વાંસજાળીયા, પરેશભાઈ ગજેરા, વસંતભાઈ ગજેરા, જીમ્મી દક્ષીણી, જયોતીન્દ્રભાઈ મહેતા, વી.પી. વૈષ્ણવ, ઘનશ્યામભાઈ હેરમા, શહેર-ગ્રામ્ય સંગઠનના હોદેદાર, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, બહોળી સંખ્યામાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, શહેરીજનો, ગ્રામ્યજનોએ રેલી તથા ’વિજય વિશ્વાસ’ સંમેલનમાં ઉપસ્થિત રહયા હતા.

Screenshot 5 3 આ નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત છે , જેથી પરષોતમભાઈ ને જીતાડી કમળ સ્વરૂપે ભેટ વડાપ્રધાનને આપવાની છે: ઉદયભાઇ કાનગડ

રાજકોટ વિધાનસભા 68 ના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ વખતે સમગ્ર ગુજરાત અને ભારતમાં મોદી લહેર છવાઈ છે અને વડાપ્રધાન દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને બિરદાવા અને તેને વધુ સારી રીતે ટેકો આપવા લોકસભા ચૂંટણીમાં ભાજપના કમળ ખીલે એ જરૂરી છે.

ત્યારે વધુમાં તેઓ જણાવ્યું હતું કે રાજકોટ બેઠક ઉપર પરષોત્તમભાઈ રૂપાલાને વિજય બનાવી કમળ સ્વરૂપે ભેટ કેન્દ્રમાં મોકલવાની છે કારણ કે આ નરેન્દ્ર ભાઈ મોદીનું ગુજરાત છે. બીજી તરફ વડાપ્રધાન મોદીએ વિકસિત ભારતનો એક લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે તેને ચરિતા કરવા માટે વધુને વધુ મતદાન થાય તે એટલું જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.