Abtak Media Google News

હરીજેતપુરમાં ACBના છટકામાં વધુ એક કોન્સ્ટેબલ અને Dysp લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. એટલું જ નહીં પરંતુ આ બંને પોલીસ અધિકારીઓએ અધધ આઠ લાખની લાંચ માગી હતી. જો કે લાંચની રકમ સ્વીકારે એ પહેલા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

Advertisement

ફરિયાદીના મિત્રનુ નામ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના હથિયારના ગુન્હામાં ખુલ્યું હોવાનુ કહી આરોપી કોન્સ્ટેબલ ગોવિંદ સોનારાએ જણાવ્યું હતું. ત્યારબાદ ફરીયાદીને Dysp પાસે રજુ કરવા અને માર નહી મારવા તેમજ વધુ પુછપરછ નહીં કરવાના બદલામાં Dysp વતી કોન્સ્ટેબલે ફરીયાદી પાસે લાંચ પેટે રૂપિયા ૧૦,૦૦,૦૦૦/-ની માંગણી કરી હતી, જો કે અંતે આ સોદો રૂપિયા ૮,૦૦,૦૦૦/-માં નક્કી થયો હતો.

જો કે ફરીયાદી લાંચ આપવા માંગતો ન હતો, જેથી તેણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. એ.સી.બી. દ્વારા ગોઠવેલા લાંચના છટકામાં આરોપી કોન્સ્ટેબલે ફરીયાદી પાસે લાંચની માંગણી કરી લાંચ સ્વીકારી આરોપી dysp સાથે મોબાઈલ ફોનથી વાત કરી લાંચની રકમ આવી ગયેલાનું જણાવ્યું હતું. જો કે આ દરમિયાન આરોપી કોન્સ્ટેબલ ગોવિંદને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.